ભાસ્કર વિશેષ:વાઘોડિયામાં ‘કચરે સે આઝાદી’ પ્રોજેક્ટનું મરણ, કચરો નહીં ઉઠાવતાં વિસ્તારમાં રોગચાળાની વકી

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓ વિસ્તારમાં 10 દિવસ સુધી નથી આવતી

વાઘોડિયામાં એપ્રિલ 2022થી મોટા ઉપાડે શરૂ કરાયેલ ‘કચરે સે આઝાદી’ અંતર્ગત માડોધર રોડ વિસ્તારની કુલ 18 સોસાયટીમાંથી વોલ્ટાસ કંપની અને CSPC સાથે મળી આ કચરાનો રીપ્રોસેસ કરી બ્લોક, ખાતર, ઈંટ વગેરે બનાવવાની જાહેરાત થકી માડોધર ગ્રામ પંચાયતને આત્મનિર્ભર બનાવાના સ્વપ્ના બતાવી શરૂ કરાયેલ ડોર ટુ ડોર કચરો કલેક્શન માત્ર થોડા સમયમાં જ યોગ્ય સંકલન અને વ્યવસ્થા સ્થાપણના અભાવે સદંતર નિષ્ફળ નિવડ્યો છે. ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓ 10-10 દિવસ સુધી નહીં આવતા રહિશોને જાહેરમાં કચરાનો ઢગ કરવાની ફરજ પડી છે.

ચોમાસામાં આજ કચરો જાહેરમાર્ગ પર મચ્છર માખીનો ઊપદ્રવ સાથે માથુ ફાળી નાંખે તેવી દુર્ગંધ ફેલાવતાં રોગચાળો વકરે તેમ છે. કચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ નિવડેલ CSPC અને વોલ્ટાસ પોતાની જવાબદારીમાંથી છટકી ગ્રામ પંચાયતને જવાબદારી ઊપાડવા આડકતરી રીતે કચરો નહીં ઉઘરાવી હેરાન કરે છે.

આ મારી એકલાની જવાબદારી નથી
મારી એકલાની જવાબદારી નથી. કમિટીએ વ્યવસ્થા કરવાની હોય. ગાડી આવે છે. લોકો જુઠ્ઠુ બોલે છે. કચરા ઠાલવાની જગ્યાએ વરસાદના કારણે સમસ્યા સર્જાઈ હોઈ શકે. >ઉદય ગાયકવાડ (પ્રોજેક્ટ મેનેજર)

અન્ય સમાચારો પણ છે...