ભ્રષ્ટાચારની રાવ:રોઝિયાપુરા-ગોરજ વચ્ચે 1 માસ અગાઉ બનેલા નાળામાં તિરાડો, વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું નીચું બનાવ્યું

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોડ પરના નાળામા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. - Divya Bhaskar
રોડ પરના નાળામા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે.

વાઘોડિયા તાલુકાના રોઝીયાપુરા ગામે બનાવેલ રોડ નાળુ રોડ બનતા પહેલા જ વિવાદમા આવ્યુ છે. રોડનાળાનો ઊપયોગ રાહદારીઓ કરે તે પહેલા જ નાળાની આરસીસીની દિવાલો પર કોચરની રેતી કંકડ વાપરવાના કારણે તિરાડો પડી રહિ છે. વાઘોડિયા માર્ગ મકાન વિભાગના કામોમાં એજન્સી અને કોન્ટ્રાક્ટરોએ મળી હલકી ગુણવત્તાવાળુ મટિરીયલ્સ કોન્ટ્રાક્ટર દ્વારા વાપરતા મોટા ભ્રષ્ટાચાર આચર્યાની બુમ ઊઠવા પામી છે.

રોઝીયાપુરાથી ગોરજ જવાના રોડ પર એક મહિના પહેલા માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ પાઈપ નાળાનું કામ કોન્ટ્રાક્ટરલ દ્વારા શરુ કરાયુ હતુ. રોડની બંન્ને સાઈડ પર આરસીસીની દિવાલ (પાળી) બનાવવામા આવી હતી. બાદમા માટી પુરાણ કરી દેવાયુ હતું. પરંતુ રોડ બને તે પહેલાં જ માત્ર 15-20 દિવસમાં જ નાળાની પાળ પર મસમોટી તિરાડો પડી જતા નાળાની ગુણવત્તા સામે સવાલ ઊઠી રહ્યા છે.

નાળામા વાપરવામાં આવેલ રેતી આસપાસના કોતરોની હોય ગુણવત્તા સભર નહીં હોવાના કારણે આસપાસના ગ્રામજનો ઊપયોગ કરે તે પહેલાં જ મોટી મોટી તિરાડો પડી ફાટી જતા સ્પષ્ટ ફલીત થાય છે કે કામની ગુણવત્તા નથી જળવાઈ. વરસાદિ પાણીના નિકાલ માટે બનાવેલ નાળુ ગામલોકોની રજુઆત બાદ પણ નીચુ બનાવતા વરસાદિ પાણીમાં ગરકાવ થવાની આશંકા ગામલોકો સેવી રહ્યા છે.

સાથે જ નાળાની ગુણવત્તા અને ટકાઊ માટે ઊચ્ચઅઘિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવાતી હોય છે. પરંતુ ગ્રામજનોનું કહેવુ છે કે આજદિન સુઘી કોન્ટ્રાક્ટર કે અઘિકારીઓએ ફરકડી સુધ્ધી મારી નથી. પરીણામે મજુરોએ મનફાવે તે રીતે કામને આટોપી લિઘુ છે. જો સમગ્ર કામ બાબતે જિલ્લાના ઊચ્ચ અઘિકારીઓ દ્વારા તપાસ કરી પંચક્યાસ કરવામા આવે તો હકીકત બહાર આવે તેમ છે.

નબળી અને હલકી કામગીરી સામે ગામલોકોએ વિરોઘનો સુર રેલાવ્યો છે. નાળાની કામગીરી દરમ્યાન અઘિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ નહીં કરાઈ હોવાથી તકલાદિ કામ થયાનો ગ્રામજનોનો આક્ષેપ લગાવી રહ્યા છે. નાળાની અઘિકારીઓ દ્વારા તપાસ કરવામા આવે અને હલકા ગુણવત્તાવાળા મટિરીયલ્સના કામને દુર કરી લોકો ઊપયોગ કરી શકે તેવુ ગણવત્તા સભર ટકાઊ નાળું બનાવા ગ્રામજનો માગ કરી રહ્યા છે.

મહિનો નથી થયોને તિરાડો પડી ગઈ
નાળુ એકદમ તકલાદિ છે. મહિનો નથી થયોને તિરાડો પડી ગઈ. પાઈપો નાંખી પણ દેખાતી નથી. નીચુ નાળુ બનાવવાથી કંઈ કામ નહિ આવે. રેતી પણ કોતરોની વાપરી છે. કોઈએ વિઝીટ નથી કરી. - રાજેશભાઈ વસાવા, રોઝીયાપુરા

સાહેબો આવીને જુએ તો ખબર પડે
આ નાળુ તોડીને નવુ બનાવે તો સારુ. આ નાળુ રોડ બનતા પહેલા જ તુટી ગયુ. સાહેબો આવીને જુએ તો કામગીરીની ખબર પડે. - રોહિતભાઈ વસાવા, રોઝીયા પુરા

અન્ય સમાચારો પણ છે...