વાઘોડિયામા આમ આદમી પાર્ટી કાર્યકરોને જોડાવવા માટે વાઘોડિયા એપીએમસી હોલ ખાતે સમી સાંજે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સહિત ખેડૂતો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આપના વડોદરા જી. પ્રમુખ જયદિપ સિંહ ચૌહાણ, ગુજરાત મધ્ય દક્ષીણ જોન સહ સંગઠણ મંત્રી રાજુ ભાઈ અલવા, વાઘોડિયા તાલુકા પ્રમુખ રતન સિંહ સોલંકી સહિતના આગેવાનોની હાજરીમા આશરે 150થી વધુ કાર્યકરોને આપની ટોપી અને ખેસ પહેરાવ્યો હતો.
પેટ્રોલ ડિઝલના વઘતા ભાવ, રાંઘણ ગેસના ભાવો, મોટા વિજબીલો, કોરોનામા હોસ્પિટલના મસમોટા બીલો વસુલી પ્રજાનુ શોષણ સરકાર કરી રહી છે. હવાઈ સેવા, ટ્રેનસેવા અને બીજા ટ્રાન્સપોર્ટનુ ખાનગીકરણ કરવાની હિલચાલ કરતા પ્રજાને ભાડાનો મોટો માર પડવાનો છે. ભાજપ સરકારના રાજમાં શિક્ષણનું ખાનગીકરણ કરી વેપાલો થઈ રહ્યો છે. અત્યારે વરસાદની અછત છે. ત્યારે ગુજરાત સરકાર વિવિધ તાયફાના નામે પ્રજાના કરોડો રૂપીયાનુ એંઘાણ કરી સરકારી તિજોરી ખાલી કરી રહીછે. ત્યારે પ્રજા મોંઘવારીના બેવડા મારથી પરેશાન થઈ હવે આમઆદમી પાર્ટીમા જોડાઈ પોતાના હક્કોની લડાઈ લડશે. તેમજ વિધાનસભામાં તમામ સીટો ઊપર આમ આદમી પાર્ટી લડવાનો મુડ બનાવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.