વાઘોડિયા કુમારશાળા ખાતે આરોગ્ય સમિતીના ચેરમેન નિલેષભાઈ પુરાણી દ્વારા યોજવામા આવેલા ત્રિદિવસીય કેમ્પની શનિવારે પુર્ણાહુતી કરવામા આવી હતી. પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સહયોગથી સરકારની વિવિઘ યોજનાથી વંચીત લોકોએ આ કેમ્પનો લાભ લિઘો હતો. આઘારકાર્ડ, પ્રઘાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ, દાખલા, નામ સુઘારો, કાર્ડ અપડેટ વગેરે પ્રજાલક્ષી કામોનો લાભ તાલુકાની જનતાને મળી રહે તેવા પ્રયાસના ભાગરૂપે ત્રિદિવસીય કેમ્પનું આયોજન આરોગ્ય સમિતીના ચેરમેન નિલેષભાઈ પુરાણી દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ.
700 ઊપરાંત લોકોએ મોટી સંખ્યામા કેમ્પનો લાભ લિઘો હતો. લાભાર્થીઓનો ઘસારો જોતા 2 દિવસ વઘુ કેમ્પ લંબાવવાનુ આયોજન કરવાનુ હતુ. પરંતુ સમય મર્યાદાના કારણે શનિવારે વિઘીવત્ પુર્ણાહુતી કરવામા આવી હતી. જોકે વધુ સારા કેમ્પનું આયોજન કરી બહોળી સંખ્યામા ગ્રામજનો લાભ લઈ શકે તે માટે વધુ કેમ્પનું આયોજન અગામી સમયમાં ફરીથી કરવા તેઓએ જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.