રક્ષણ:બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ જેવી બીમારીઓ સામે રક્ષણ મળશે

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયામા PCV રસીકરણનો શુભારંભ : દર બુધવારે તમામ આરોગ્ય કેન્દ્ર પર રસી મફતમાં અપાશે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બુધવારથી સમગ્ર રાજયમા ગંભીર બીમારીઓ સામે બાળકોને રક્ષણ મળી રહે તે માટે પીસીવી રસીનો વિનામુલ્યે કાર્યક્રમ શરૂ કર્યો છે. ત્યારે બાળકોમા ન્યુમોનીયા તેમજ મગજના તાવ જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળી રહે તે માટે ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પીસીવી)નો આજથી પ્રારંભ કરાયો છે. વાઘોડિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ચાર પીએચસી પર આજથી પ્રારંભ કરાયો છે. આ રસી 6 અઠવાડિયાના શિશુને પ્રથમ ડોઝ તેમજ 14 અઠવાડિયા બાદ બીજો ડોઝ અને બુસ્ટર ડૉઝ 9 મહિના બાદ આપવામા આવનાર છે.

મમતાદિવસે (દર બુઘવારે) તમામ આરોગ્ય કેન્દ્ર પર રસી મફત અપવામા આવશે. વાઘોડિયા તાલુકાના 777 બાળકોને આ રસી કરણનો લાભ મળશે. આ કાર્યક્રમનો શુભારંભ તા. હે. ઓફિસર ડૉ. કલ્પેશ પગી તથા જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન નિલેષભાઈ પુરાણી અને ડૉક્ટર અનુરાધા શર્મા સહિત આશાવર્કર બહેનો અને નર્સોએ દિપજ્યોત પ્રગટાવી પ્રારંભ કર્યો હતો. જોકે આ રસી ખાનગી હોસ્પિટલ લેતા એક ડૉઝના આશરે 5 હજાર જેટલા રૂપીયા ચાર્જ કરવા પડતા હતા. પીસીવી રસી હવે વિનામુલ્યે તમામ આરોગ્ય કેન્દ્ર પર અપાતા બાળકોને મગજના તાવ અને ન્યુમોનીયા જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપશે.

અન્ય સમાચારો પણ છે...