વાઘોડિયાના જાબુવાડા ગામે આવેલ જર્જરીત આંગણવાડીના ઓરડામાં આવતા ભૂલકાઓ અને સંચાલક માટે જોખમી બનતા બાળકોને ખુલ્લા આકાશ નીચે બેસાડવા પડવાની ફરજ પડી છે.
કોરોના કાળથી છેલ્લા એક વર્ષ ઊપરાંતથી બંધ કરાયેલ આંગણવાડીઓને ફરીથી શરૂ કરવામાં આવી છે. ત્યારે જાંબુવાડા આગણવાડીનું મકાન જર્જરીત બનતા કોઈ મોટી હોનારત ગમે તે ઘડીએ સર્જી શકે તેમ છે. આશરે બે અઢી વર્ષ પહેલા બનાવેલી આંગણવાડીમાં રસોડાની દીવાલ નમી ગઈ છે. ઠેકઠેકાણે ફ્લોરીંગમાંથી કોટાસ્ટોન ઊખડી ગયા છે જેના કારણે આગણવાડીમાં આવતા નાના નાના ભૂલકાઓનો પગ ફસાઈ શકે છે. કેટલીક જગ્યાએ રીતસરના મકાનમાં ભૂવા પડી ગયા છે.
જોખમરૂપ બનેલ આંગણવાડીના મકાનનું રિપેરિંગ કરાય તો ફરીથી કામમાં લઈ શકાય છે. પરંતુ જ્યાં સુધી અન્ય બીજી જગ્યાએ આંગણવાડી શરૂના કરાય ત્યાં સુધી નાના ભૂલકાઓ અને સંચાલકો સામે જીવનું જોખમ રહેલું છે. ત્યારે નવીન મકાન માત્ર બે અઢી વર્ષમાજ ખખડધજ બની જાય, તો સમજી શકાય છે કે ગુણવત્તા કેવા પ્રકારની રહી હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.