ધરપકડ:જરોદ પાસેથી દારૂ ભરેલા ટેમ્પો સાથે 1 ઈસમ ઝડપાયો, 1 ફરાર

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ 5, 49,120નો મુદ્દામાલ જપ્ત

વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે હાલોલ તરફથી વડોદરા બાજુ ટેમ્પો વિદેશી દારૂ ભરી આવી રહ્યો છે. જેથી એલસીબીના માણસોએ વોચ ગોઠવી હતી. ડાલુને આવતા તેને રોકવાની કોશીશ કરતા ડાલુ ચાલકે પૂરપાટ ઝડપે હંકારતા પોલીસે પીછો કરી ડાલુને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. ડાલામાં બેસેલ એક ઈસમ દરવાજો ખોલી ભાગી ગયો હતો. જ્યારે બીજો ઈસમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ટેમ્પાની પાછળની બાજુ બોડી નીચે ચોરખાનુ બનાવેલું હતું.

​​​​​​​જેમાં વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ ભરેલી બોટલ નંગ 240 જેની કિંમત 3,93,360 તથા ડાલુ ટેમ્પાની કિંમત 1 લાખ સાથે મોબાઈલની કિંમત 1 હજાર તથા આરોપીની અંગઝડતીથી મળેલ 54560 તથા પ્લાસ્ટીક કેરેટ કિંમત 200 રૂપિયા કુલ મળી 5,49,120નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પકડાએલ આરોપી સંજય જેન્તીલાલ મોદિ(52)રહે. જહાંગીરપુરા, ટીવાણી એપાર્ટમેન્ટ 304, ઓલપાડ રોડ, સુરત પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જયારે લક્ષ્મણસિંહ રામસિંહ રાજપુત રહે. વરાછા ઈશ્વરનગર, સુરત, મૂળ રાજસ્થાન ફરાર થયો હતો. એલસીબીએ પ્રતિબંધિત વિદેશી દારૂની હેરાફેરી કરવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...