પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાઘોડિયાથી વડોદરા તરફજતી એક સફેદ કલરની મહિંન્દ્રા બોલેરોમા શંકાસ્પદ વીજ કેબલો તથા લોખંડના એંગલો લઈ જતી બોલેરોને લીમડા ગામ પાસેની તંદુર હોટલ સામે રોકી ઈસમોને આ અંગે પુછતા વીજ કેબલો વિશે સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા અને આ બોલેરોની આગળ ચોરીનો માલ સગેવગે કરવા પેટ્રોલિંગ કરતી બાઈકનો ચાલક પણ શંકાશીલ લાગતા પોલીસે તેણી શંકાના આઘારે પૂછપરછ કરાતા તમામ લોકોએ ગોળગોળ જવાબ આપતા પોલીસને આખરે ખાખીગીરી બતાવવાની જરૂર પડી હતી.
જેથી પૂછપરછમાં એમજીવીસીએલના કેબલોની અને એંગલોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પાયલોટિંગ કરનાર ગોવિંદરામ ભાકરરામ દેવાશી (31) પાલી, રાજસ્થાન સહિત બોલેરોના ડ્રાઈવર અંકિત કુમાર જનકકુમાર વ્યાસ(30)હરિપુરા, ઝઘડિયા જિ. ભરૂચની અટકાયત કરી હતી. તમામ વીજ કેબલો ચોરી કરી માલ આપનાર મહેન્દ્ર કુમાર ઘિસાલાલ ખારોલ(28) ભીલવાડા,રાજસ્થાનની પણ બોલેરો સાથે અટકાયત કરી હતી.
બોલેરોમાં કોપરના કેબલ વાયર, વીજ કંપનીના એલ્યુમિનીયમના વાયરો અને વીજપોલપર લગાડવાની વી આકારની લોખંડની એંગલો કુલ મળી 58500 તથા બોલેરોની કિંમત 1.50 લાખ અને આરોપી પાસેથી ત્રણ મોબાઈલ કિંમત 6 હજાર તથા એક બાઈક જેની કિંમત 25 હજાર મળી કુલ રૂપિયા 2,39,500ના મુદ્દામાલ સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એમજીવીસીએલે એપ્રિલ બાદ જેતે સબસ્ટેશન પરથી વીજ કામ કરતા કોન્ટ્રાક્ટરોને કામ પુરતુ મટિરીયલ્સ આપે છે.
આજ મટિરીયલ્સની કામ કરતા મજૂરો ચોરી કરી સગેવગે કરે છે. જેથી મટિરીયલ્સ ખુંટે કે ચોરાય તો તેણી સંપૂર્ણ જવાબદારી જેતે કોન્ટ્રાક્ટરની હોય છે. આજ મટિરીયલ્સ વીજ કેબલો અને એંગલો ચોરી કરી સગેવગે કરવા જતા ગુનામાં કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે. આ ગેંગના સભ્યો વીજ કંપનીના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ દરમિયાન લોખંડના એંગલો તથા કેબલોની ચોરી કરી બારોબાર વેચી મારવાનુ કૌભાંડ કરતા હતા. જે કૌભાંડનો વાઘોડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.