તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાઘોડિયાના ગણેશપુરામાં દેવ સિંચાઈ વિભાગની કેનાલની પાઈપમાં ભંગાણ

વાઘોડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેવ સિંચાઈ વિભાગના અધિકારીઓના પાપે કેનાલના પાણી ખેતરોમાં ભરાયાં
 • બીજી તરફ ગેટ નં-7 સુધી પાણી ના પહોંચતા ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે

વાઘોડિયા દેવ સિંચાઈ વિભાગની બેદરકારીથી ગણેશપુરા ગામ પાસે ગેટનં. 4 પાસેની કેનાલમાંથી નીકળતી પાઈપમાં ભંગાણ સર્જાવાના કારણે પાસેના ખેતરો પાણી ફરી વળ્યા છે. ભંગાણના કારણે હજારો લિટર પાણી વરસાદી કાંષો, પડતર અને નજીકના ખેતરોમા ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂત ખેતી કરી શકતા નથી અને ખેતરો બિનઉપયોગી થઈ પડ્યા છે. તો બીજી તરફ રવી પાક માટે ગેટ નં. 7 સુધી પાણી ના પહોંચતા ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે.

એક તરફ પાણીના વેડફાટના કારણે જરૂરીઆત મંદ ખેડૂત સુઘી સિંચાઈનુ પાણી પહોંચતું નથી. તો બીજી તરફ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યુ છે. ખેડૂતની વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર ખેડૂતોની વાતની ઉપેક્ષા કરી રહ્યા છે. માત્ર થઈ જશે તેવો દિલાસો આપી રહ્યા છે. જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોની રજૂઆત તંત્ર નથી સાંભળતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો