વાઘોડિયા પોલીસે હનુમાનપુરા ગામેથી દારૂનું કટિંગ કરનાર બૂટલેગરના સગરીતને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ અંગે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાઘોડિયા પોલીસે હનુમાનપુરા ગામે તડાવ પાસેના ધાસમા છુપાવી રાખેલ સાદુર બાથાભાઈ ભરવાડ અને કાના ભરવાડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ, LCB, SOG અને વિજિલન્સના નાકમાં દમ કરી વારંવાર વિદેશી દારૂની પ્રવૃત્તિ કરનાર અને પાસાની સજા ભોગવનાર બૂટલેગરે પોતાના સાગરીત પ્રવિણ પાટણવાડિયા સાથે મળી દારૂનું કટિંગ કરવા દારૂની પેટીઓ ઘાસમાં સંતાડી રાખતો હતો.
જેની બાતમી વાઘોડિયા પોલીસને મળતાં ચારેબાજુથી કોર્ડન કરી ભાગવા જતાં પ્રવિણ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો. તલાવની પાસેના ઘાસમાંથી 26880 નો વિદેશી દારૂ તથા એક મોબાઈલ મળી કુલ 36880 નો મુદ્દામાલ સાથે એકને ઝડપી પડ્યો હતો. જ્યારે સાદુર અને કાનાે ભરવાડ ફરાર થયા હતા. ફરાર સાદુર અને કાનાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.