યુવતી ગેંગરેપનો ભોગ બનતાં બચી:વોકિંગ કરવા નીકળેલી યુવતી પર ગેંગરેપનો પ્રયાસ : દુષ્કર્મ કરનાર 1 સહિત 4ની ધરપકડ

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની યાદી
 સંજય ચુડાસમા (દુષ્કર્મી) (ઉં.23)રૂપાવટી ગામ 
 તા.મહુવા, જિ.ભાવનગર
 પ્રવિણ ઉર્ફે ચીકુ અર્જુનભાઇ સોલંકી (ઉં.25) 
 ચલાવી, તા.કાલોલ, જિ.પંચમહાલ 
 વિઠ્ઠલ ભાણજીભાઇ સોલંકી (ઉં.19) ખીજડીયા 
 ગામ, તા.જિ.અમરેલી 
 આર્યન રાજેશભાઇ કાળે  (ઉં.19) કીર્તિનગર 
 બ્રિજની નીચે, ઉતરાણ, સુરત - Divya Bhaskar
આરોપીઓની યાદી સંજય ચુડાસમા (દુષ્કર્મી) (ઉં.23)રૂપાવટી ગામ તા.મહુવા, જિ.ભાવનગર પ્રવિણ ઉર્ફે ચીકુ અર્જુનભાઇ સોલંકી (ઉં.25) ચલાવી, તા.કાલોલ, જિ.પંચમહાલ વિઠ્ઠલ ભાણજીભાઇ સોલંકી (ઉં.19) ખીજડીયા ગામ, તા.જિ.અમરેલી આર્યન રાજેશભાઇ કાળે (ઉં.19) કીર્તિનગર બ્રિજની નીચે, ઉતરાણ, સુરત
  • 8 માસથી યુવતી પિયરમાં રહેતી હતી, બોયફ્રેન્ડ સાથે વાત કરતી વેળા બની ઘટના
  • બોયફ્રેન્ડનો મિત્ર આવતાં દુષ્કર્મીઓ ભાગી જતાં યુવતી ગેંગરેપનો ભોગ બનતાં બચી

વાઘોડિયા તાલુકાના એક ગામમાં ફરી એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. હજુ એક વિદ્યાર્થિનીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેની સાહી સુકાઈ નથી ત્યાં બીજી ઘટના સામે આવી છે. વાઘોડિયા તાલુકાની 23 વર્ષીય યુવતીને પતિ સાથે ન બનતાં 8 માસથી તે માતાપિતા સાથે પિયર રહી ઘરકામ કરતી હતી. રોજ જમ્યા બાદ પાસે આવેલ હાલોલ વડોદરા રોડ પરના સર્વિસ રોડ પર હોટલ વે વેઈટ સુધી વોકિંગ કરવાનો યુવતીનો રોજિંદો ક્રમ હતો. ગત રાતે દસેક વાગ્યાની આસપાસ વોકિંગ કરી ઘરે પરત ફરતી યુવતી તેના બોયફેન્ડ સાથે મોબાઈલ પર વાત કરતી હતી. યુવતીને એકલી જોઈ અજાણ્યા બાઈક ચાલકે પીછો કરતાં આવી યુવતીને ટક્કર મારી પાડી દીધી હતી. યુવતી પડતાં જ અન્ય બે યુવકોએ ધસી આવીને તેનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો.

બાદ સર્વિસ રોડ પાસેની રેફરલ હોસ્પિટલના કંમ્પાઉન્ડ પાસે ખેંચી લઈ જઈ બે યુવકે યુવતીને પકડી રાખી એકે તેના ગળા પર છરો મૂકી બુમાબુમ કરીશ તો જાનથી મારી નાંખીશ કહી ધમકી આપી હતી. અને તેને પાસેની ઝાડીમાં ખેંચી ગયા હતા. આ ઝપાઝપીની વાત યુવતીના બોયફેન્ડે ફોન પર સાંભળતાં જ કંઈક અજુગતું બની રહ્યાની ગંધ આવતાં તેના મિત્રને ઘટના સ્થળે દોડાવતાં યુવક યુવતીને શોધતો સર્વિસ રોડ પર આવી ચઢ્યો હતો. સંજય નામના યુવકે યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતાં અસહ્ય પીડાથી યુવતીના મોંઢામાંથી નીકળેલી ચીસ શોધવા આવેલ યુવકે સાંભળતાં તે દોડી ગયો હતો. યુવતીએ બૂમાબૂમ કરતાં આરોપી યુવકો અને શોધવા આવેલ યુવક વચ્ચે ઝપાઝપી થઇ હતી. આથી આરોપીઓ યુવતીને છોડી પકડાઈ જવાની બીકે બાઈક છોડી ભાગી છૂટ્યા હતા.

મદદે આવેલા યુવકના મોબાઈલથી યુવતીના પરિજનોને જાણ કરતાં તેઓ પોલીસ મથકે દુષ્કર્મ અને લૂંટની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. આથી પોલીસના ઉચ્ચ અધિકારી, LCB અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. ઘટનાથી ડઘાઈને અંધારામાં છુપાયેલા 4 આરોપી વહેલી સવારે રોડ પર આવી ચઢતાં પોલીસે ચારેની અટકાયત કરી યુવતીનું મેડિકલ ચેકઅપ હાથ ધર્યુ છે.

ચાર પૈકીના 3 આરોપી ઘરફોડ ચોરી, લૂંટ જેવા ગુના કરે છે
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ કુલ ચાર આરોપીઓ પૈકીના ત્રણ આરોપી ઘરફોડ ચોરી, વાહન ચોરી, મોબાઈલ લૂંટ જેવી ઘટનાને અંજામ આપે છે. રાતે પણ તેઓ ચોરી અને લૂંટફાટના ઈરાદે ફરતા હતા. રાતે બનેલી ઘટનામાં વપરાયેલી બાઇક વડોદરાના વરણામામાંથી ચોરી કરાયેલી હતી. આરોપીઓ પાસેથી કેટલાક મોબાઈલ પણ મળી આવ્યા છે.

મને ન્યાય મળવો જોઇએ, આરોપીને સખત સજા કરો
હું મારી સાથે બનેલી ઘટનાથી ગભરાઈ ગઈ છું. બે યુવકે મને પકડી રાખી એકે મારી સાથે ખોટું કામ કર્યુ છે. મને ન્યાય મળવો જોઈએ. આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ. જેથી અન્ય મહિલાઓ સાથે આવી ઘટના ના બને. > ભોગ બનનાર યુવતી

અન્ય સમાચારો પણ છે...