વાઘોડિયા ભારત સરકારના કેન્દ્રીય આયુષ મંત્રાલય અને જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ અને યોગ દ્વારા રોગ નિવારણ બે દિવસીય તાલીમ આશાવર્કરોને વાઘોડિયા કન્યાલય શાળા ખાતે અપાઈ હતી. તાલીમાર્થી આશા બહેનોને જિલ્લા આયુર્વેદ આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદના સિદ્ધાંતોની સમજ આપી તેને લોકો સુધી પહોંચાડી કોઈ વ્યક્તી બીમાર જ ન પડે તે માટેનું યોગ્ય માર્ગદર્શન આપી સામાન્ય બિમારીમાં ઊપચાર કરવાની યોગ્ય સમજ આપી હતી.
ઘણી નાનીમોટી બીમારીમા યોગ અને આયુર્વેદ પદ્ધતી દ્વારા સ્વસ્થ આયુષ્ય જીવવાથી જીવનનો આનંદ માણી શકાય છે. યોગ્ય જીવન શૈલીથી રોગ મુક્ત રહિ શકાય છે. ડાયાબિટિસ અને ટ્રેસ જેવા રોગોમાં યોગએ ખુબ ઊપયોગી છે. આપણી આસપાસની વનસ્પતી અને ઘરગથ્થુ રસોડાના અનેક મસાલા આયુર્વેદિક ઓષઘીજ છે. આ માટે બહેનોને તાલીમ આપી કિટ અને પુસ્તીક વિતરણ કરાયુ હતુ. તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વની કામગીરી આશા બહેનોને સોંપાઈ હતી.
કોરોના મહામારીની ત્રીજી લહેરની જ્યારે આશંકા સેવાઈ રહિ છે. ત્યારે આયુષ મંત્રાલય દ્વારા લોકોની સુખાકારીમાં વઘારો થાય તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બે દિવસની તાલીમ શિબીર વાઘોડિયા કન્યાશાળા ખાતે યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન નિલેષભાઈ પુરાણી, વાઘોડિયા તાલુકા ઊપ પ્રમુખ શાન્તીલાલ રબારી, વાઘોડિયાના આયુષ ડૉ. અનુરાધા શર્મા અને જિલ્લા આરોગ્યના આયુષ અધિકારી ડો. સુઘીર જોષી ઊપસ્થીત રહિ આશા બહેનોને સિઘુ અને સચોટ માર્ગ દર્શન પુરૂ પાડ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.