ધરપકડ:સગીરાને ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર યુવાનની ધરપકડ

વાઘોડિયા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન પ્રેમના પાઠ ભણાવી સગીરાને ભગાડી ગયો હતો

વાઘોડિયાના જરોદમાં રહેતા યુવાને પોતાના ફળીયાની કિશોરીને પ્રેમના પાઠભણાવી ભગાડી જઈ બાળાત્કાર ગુજારતા વાઘોડિયા પોલીસમા ફરીયાદ નોંઘાઈ હતી. જરોદ નવીનગરીમા રહેતો નશીબ કુમાર કરશનભાઈ રાઠોડીયા (ઉ.વ.22) એ 14 વર્ષ કિશોરી સાથે આંખો મળતા પ્રેમનો પાઠ ભણાવી લગ્ન કરવાની લાલચે તેના વાલીપણામાંથી 23 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે ભગાડી ગયો હતો. નશીબ કુમારે કિશોરીને જરોદ નજીક સીમમા સંતાડી રાત વાસો કરી વહેલી સવારે વડોદરાથી મોડાસા જતી બસમાં બેસી મોડાસા લઈ ગયો હતો. ત્યાંથી તે કિશોરીને લઈ હિંમતનગર પહોંચી સીમમાં વાડીમાં છુપાઈને રહેવા લાગ્યો હતો. તે આરસામા નશીબ કુમારે કિશોરી પર વારંવાર બાળાત્કાર ગુજાર્યો હતો.

જોકે કિશોરીના પરિવારની ફરીયાદના આઘારે પોલીસે કિશોરી ગુમ થયા અંગેની જાણ અન્ય પોલીસ મથકે કરતા હિંમતનગર પોલીસે વાઘોડિયા પોલીસનો સંપર્ક કરી વાડી પર છુપાએલા યુવાનને શોઘી બંન્નેને વાઘોડિયા પોલીસ મથકે લાવવામા આવ્યા હતા. જ્યા પોલીસે અપહરણ, પોસ્કો સહિત બાળાત્કારની ફરીઆદ નોંઘી નશીબ કુમાર કરશનભાઈ રાઠોડિયાની ધરપકડ કરી હતી. યુવક અને કિશોરીનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવી રહ્યુ છે. તમામ ઘટના સમયના પુરાવા પોલીસ એકત્રીત કરી રહિ છે. આવતી કાલે કિશોરીનું કોર્ટ સમક્ષ નિવેદન નોંઘવામા આવશે. તેવુ પોલીસે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...