તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વાઘોડિયા તાલુકામાં રેશનિંગની દુકાનમાંથી ખાંડ ન મળતા રોષ

વાઘોડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‌BPL લાભાર્થીઓને વિલે મોંઢે પરત ફરવંુ પડ્યું

વાઘોડિયા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાને ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને રાહતદરે સસ્તુ અનાજ આપવાના દાવા સરકારી તંત્ર બાંગ પોકારી અનેક મોટી જાહેરાતો કરી પોતાની પીઠ થપથપાવે છે.પરંતુ હકિકત જુદિ છે. વાઘોડિયા તાલુકાના કોટંબી, જરોદ-૨, ચીપડ, કામરોલ, અડીરણ, સરણેજ, કરમાલીયાપુરા, મુવાડા, ભાવનગરપુરા, આસોજ અને રસુલાબાદ વગેરે ગામોમા સસ્તા અનાજની દુકાને ગરીબી રેખા હેઠળ આવતા અત્યોંદય (બીપીએલ) કાર્ડ ધારકોને મડવા પાત્ર ખાંડ નથી મળી.

શ્રાવણના તમામ તહેવારો ખાંડ વીના ફિક્કા રહ્યા છે. આવા લાભાર્થીઓને ગત્ ઓગષ્ટ મહિનો પુરો થવા છતા તેઓને મડવા પાત્ર ખાંડ આજ દિન સુઘી મડી નથી.ગરીબ પ્રજા ખાંડ લેવામાટે રાશનીંગની દુકાનોપર ઘરમના ઘક્કા ખાય છે.સંચાલકો તમારી ખાંડ નથી આવી, તેવુ કહેતા ગરીબ લાભાર્થીઓને વિલે મોંઢે પરત ફરવુ પડે છે.તેવામા સવાલ થાય છેકે સંકલનના અભાવે કે પછી ગરીબોના હક્ક પર તરાપ મારી તેવોના હક્કનુ કોઈ બારોબાર વગે કરે છે? તે જાણવાના ભાગરુપે પુરવઠા વિતરણ વિભાગનો સંપર્ક કરતા ચોંકાવનારો ખુલાસો મડ્યો હતો.

ગત્ ઓગષ્ટ મહિનાથી અત્યોંદય યોજનાના લાભાર્થીઓની ખાંડ નો પુરવઠો નહિ આવતા ગરીબ લાભાર્થીઓને રેશનીંગની દુકાને ખાંડ વિના ધરમના ધક્કા ખાવાનો વખત આવ્યો છે. તાલુકાના છેવાડે આવેલ ગ્રામ્ય વિસ્તારનો ગરીબ પોતાના હક્ક માટે આવાઝ ઊઠાવી શક્તો નથી. રક્ષાબંઘન, છઠ્ઠ અને સાતમ, જન્માષ્ટમી જેવા તહેવારોમાંજ ગરીબ લાભાર્થીનો તહેવાર ખાંડની મિઠાશ વિના ફિક્કો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...