ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ વાયરલ:જરોદના ગેરકાયદે શોપિંગ સેન્ટર અંગેની વાતચીતનો ઓડિયો ફરતો થયો, ડેપ્યૂટી TDO મોબાઈલ સ્વીચ ઓફ રાખી ભૂગર્ભમાં ઊતરી ગયા

વાઘોડિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અધિકારીઓના મેળાપીપણાના કારણે દલિત સમાજની જમીન પર દબાણો ઉભા કરવાનો ઉલ્લેખ ક્લીપમાં થતા લોકોમાં રોષ

વાઘોડિયામાં બહુજ ચર્ચાસ્પદ બનેલ જરોદ ગ્રામ પંચાયતના ગેરકાયદેસર શોપીંગ સેન્ટરનો વિવાદ શોંપીંગ તોડી પાડ્યા બાદ તેમા સંડોવાએલા અઘિકારીની ભ્રષ્ટ નિતીનો પર્દાફાશ શોશ્યલ મિડીયામા ફરતી થયેલ કોન્ટ્રાક્ટર સાથેની અઘિકારીએ વહિવટ અંગેની કરેલી વાતચીતનો ઓડીયો વાયરલ થતા હડકંપ મચ્યો હતો. ક્લીપમા કોન્ટ્રાક્ટ એક દુકાન સાહેબ 10 લાખની હોવાની વાત કરે છે. ત્યારે કથીત અઘિકારી પાછળનો હિસાબ પુરો કરો અને નવા હિસાબ પેટે પછી વાત કરશુ, બાંધકામ થાશે ત્યારે.

અઘિકારી ગામ લોકોની અરજીનો ઊલ્લેખ કરતા કહે છે કે, બે ચાર મહિનાઓથી અરજીઓ આવી રહિ છે. તમારા અને સુનીલ માટે ચુપ રહ્યો નહિ તો ખેલ કરતા આવડે છે. તેેવી ગર્ભીત ઘમકી પણ ઊચ્ચારે છે. સાથે જ બે લાખ કે બે દુકાનો અંગેની માંગણી કરે છે. ત્યારે આ ઓડીયો ક્લીપને લઈ તાલુકા પંચાયત કચેરીમા સન્નાટો છવાયો હતો. તે સાથે જ ડે. ટીડીઓ અલ્પેશ કટારીયાએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ રાખી ભુગર્ભ ઊતરી ગયા હતા.

અઘિકારીઓના મેળાપીપણાના કારણે દલીત સમાજના સ્મશાન પર ગેરકાયદેસર દબાણો ઊભા કરી લોકોની અરજીનો નિકાલ નહિ કરવાનો ઊલ્લેખ ક્લીપમાં થતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. જોકે CM અને PM પોર્ટલ પર અરજી કરાતા દબાણો દુર કરાયા હતા. પરંતુ આવા ભ્રષ્ટ અઘિકારીના પાપે અરજદારોને ન્યાય મેળવવા મોડુ થયુ હતુ. સાથે જ સરકારી તંત્રને તપાસ અને કાગળીયા બનાવવા પાછળ સમયનો વ્યય થયો હતો. જેને લઈને ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવ અને તાલુકા વિકાસ અઘિકારીએ નિવેદનો આપ્યા છે.

સમાચાર માધ્યમોથી આ બાબતની જાણ થઈ
સમાચાર માધ્યમોથી આ બાબતની જાણકારી મળી છે. મારા વાઘોડિયા મત વિસ્તારમાં આવા કોઈ પણ મોટા ચમ્મર બંઘી અઘિકારી હોય તેને છોડાશે નહિ. તેની તપાસ કરી સસ્પેન્ડ કરવા જોઈએ. - મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય

જો આ સંદર્ભમા ગુનાહિત સંડોવણી જણાશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા પણ લેવાશે
વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીના એક કર્મચારી અંગેની ઓડીયો ક્લીપ વાયરલ થયાની જાણકારી મળી છે. જો આ સાચી ઓડીયો ક્લીપ હોય તો વહિવટી તંત્ર માટે દુખદ અને શરમજનક ઘટના છે. ત્યારે કોઈ પણ અરજીના સંદર્ભમા ન્યાયીક તપાસ કરવી તે ફરજમા આવતુ હોય છે. હુ વ્યક્તીગત રીતે ખોટી પ્રથા અને ભ્રષ્ટાચારના વિરોઘમા છું. કર્મચારી બાબતે તપાસ કરાશે અને ખુલાસો પણ લેવાશે, જો આ સંદર્ભમા ગુનાહિત સંડોવણી જણાશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા પણ લેવાશે. આ બાબતની જિલ્લા વિકાસ અઘિકારીને પણ અવગત કર્યા છે. - કુ. કાજલબેન આંબલીયા, તાલુકા વિકાસ અઘિકારી

અન્ય સમાચારો પણ છે...