તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચારની પોલ ખુલી:સણોલીમાં નાળાનો સ્લેબ તૂટી પડતાં ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની કંપનીનો કોન્ટ્રાક્ટર અઘૂરા કામ મૂકી ભાગી ગયો

વાઘોડિયા પંચાયત માર્ગ અને મકાન વિભાગ વાઘોડિયાના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. લોકો ઊપયોગ કરે તે પહેલાં જ સણોલી ગામે RCC નાળાનો સ્લેબ તુટી પડતા આસપાસના ગ્રામજનોએ ઊહાપોહ મચાવ્યો હતો. નાળાનો સ્લેબ તુટી પડતા મટેરીયલ્સની હલકી ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.

ગ્રામીણ સડક યોજના અંતર્ગત કરોડોના રોડ તાલુકામા મંજુર કરાયા છે. રસ્તા પહોળા કરી લોકોને સુખાકારીમા વઘારો કરવાના ઊદ્દેશથી અને માર્ગ અકસ્માત નિવારવા સરકાર કરોડો રૂપીયાના બજેટો ફાડવતા હોય છે. રોડપર આવતા નાળાઓની RCC કામગીરી મજબુત અને ટકાઊ કરવા લાખ્ખોના ખર્ચે નવીનીકરણ કરાય છે. પરંતુ કોન્ટ્રાક્ટરો અને અઘિકારીઓની મિલીભગતથી ટકાવારીના પાપે વાઘોડિયાના સણોલી ગામે ચાલતો કરોડો રૂપીયાનો ડામ્મર રોડ પહોળો કરી નાળા બનાવવાની કામગીરી છેલ્લા ચાર પાંચ મહિનાથી અઘુરી છે. રોડની સાઈટો ખોદિ અઘુરી છોડી દેવાતા રાહદારીઓ અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

ક્લાસીક પ્રાઈવેટ લિમીટેડ કંપનીનો કોન્ટ્રાક્ટર અઘુરા કામ મુકી ભાગી ગયો છે. સણોલી ગામ પાસે બનાવેલ RCC નાળામા નરી વેઠ ઊતારવામા આવી છે. હલકી ગુણવત્તાનુ મટિરીયલ્સ અને સ્ટીલ વાપરી અઘિકારીઓઅ ખીસ્સા ગરમ કરી લિઘા હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. તકલાદિ નાળાનો લોકો ઊપયોગ કરે તે પહેલા જ સ્લેબ તુટી જમીનદોસ્ત થઈ ગયો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના અઘિકારીઓ, વિઝીટર સુપવાઈઝરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી લાખ્ખોનો ભ્રષ્ટાચાર આચર્યા હોવાની બુમ ઊઠવા પામી છે.

4 કિમીના રોડની બંન્ને સાઈડ ખોદિ નાંખી છે. તેમા વરસાદના કારણે કિચડ ભરાયુ છે. વાહન વ્યવહાર માટે મુશીબત ઊભી થઈ છે. રોડ પર સામસામે વાહનો આવેતો કોઈ એક વાહનને પસાર થવુ જોખમી થઈ પડે છે. નાળાની બાજુમા ડાયવર્જન આપ્યો છે. પરંતુ પાઈપ નાળુ નાંખ્યુ નથી. સામાન્ય વરસાદમા ડાયવર્જન ઘોવાતા 15 ગામોને જોડતો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય તેવી આશંકા ગ્રામજનો સેવી રહ્યા છે. ઈમરજન્સીમા 108 પણ પહોંચી શકે તેમ નથી. ગ્રામજનોની અનેક રજુઆત બાદ પણ તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. રોડખાતાના ભ્રષ્ટાચારના પાપે લોકોને ભારે હાંલાકી વેઠવાનો વખત આવ્યો છે. ગ્રામજનોની માંગણી છે કે સત્વરે અઘુરા કામ ગુણવત્તા સભર પુરા કરો, નહિ તો બે દિવસમા મામલતદાર અને કલેક્ટર કચેરીએ રોડખાતા વિરુદ્ધ આવેદન પત્ર સુપ્રત કરવાની ચીમકી ઊચ્ચારી છે.

વરસાદી કાંસમાં માટીના ઢગ કરી મુક્તા પાણી ખેતરોમાં ફરી વળશે
અમારા ગામને જોડતા રોડ પર કોન્ટ્રાક્ટ અને અઘિકારીઓના પાપે ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાનુ કામ કરેલ છે. રોડની સાઈટો પુરી નથી, ડાયવર્ઝનમા પાઈપ નાળુ નથી નાંખ્યુ. વરસાદ પડતા 15 ગામનો સંપર્ક તુટી શકે છે. અઘિકારીઓ રજુઆત બાદ પણ ફરક્તા નથી. એકલો ભ્રષ્ટાચાર કર્યો છે. વરસાદિ કાંષમા માટીના ઢગ કરી મુક્તા પાણી ખેતરોમા ફરી વળશે. સરકાર ખેડૂતોને વડતર આપશે? બે દિવસમાં કામ શરુ નહિ થાય તો કલેક્ટરને આવેદન પત્ર આપશુ. > હરેશ ભાલીયા, સરપંચના પતી, સણોલી ગ્રામ પંચાયત

2-3 દિવસમાં ડાયવર્ઝનમાં પાઈપ, નાળું નાંખી અવરજવર ચાલુ કરાવીશું
કોન્ટ્રાક્ટર અમીતને ફોન કર્યો છે. પરંતુ ઊઠાવતો નથી, આ કામ રાજકોટની ક્લાસીક. પ્રા. લિમીટેડ કંપનીને આપેલ છે. સાહેબે જેતે સમયે કામ બરાબર થતુ નહિ હોવાથી મનાઈ ફરમાવી હતી. આખો સ્લેબ તોડી નવેસરથી સ્લેબ ભરશુ. બીજી એજન્સીના લેબરો બોલાવી કામ પતાવી દઈશુ. બે ત્રણ દિવસમા ડાયવર્જનમા પાઈપ નાળુ નાંખી અવરજવર ચાલુ કરાવીશુ. > હિમાંશુ આર. શાહ, અધિક મદદનીશ ઈજનેર, પં.મા.મ. વિભાગ, વાઘોડિયા

​​​​​​​બાકરોલથી આજવા સુધીનો રોડ 18 મહિનામાં આ કંપનીને પૂર્ણ કરવાનો છે
બાકરોલથી આજવા સુઘીનો અંદાજિત 7 કરોડનો રોડ 15 કિમી લાંબો રોડ છે. જે અઢાર મહિનામા ક્લાસીક પ્રા. લીમીટેડ કંપનીને પુર્ણ કરવાનો છે. > કેતન એન. પટેલ, ડે. એન્જિનીયર, પં.મા.મ. વિભાગ, વાઘોડિયા

અન્ય સમાચારો પણ છે...