કોરોનાવાઈરસ:વાઘોડિયા નગરમાં સોસાયટી વિસ્તારમાં 50,000 જેટલા માસ્કનું વિતરણ કરાયું

વાઘોડિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે સામાજિક કાર્યકર જય ધવલકુમાર જોશી, હરિકૃષ્ણ પટેલ તેમજ કાર્યકર મિત્રો સાથે આજે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે 50,000 માસ્કનું સોસાયટી વિસ્તારોમાં વિતરણ કર્યું હતુ. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ અને કાશ્મીરની લડત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રથમ બલિદાન આપનાર મહાન વ્યક્તિને યાદ કરી હતી. આ સાથે જ આગામી દિવસોમાં વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરી પર્યાવરણ બચાવવા જેવા અભિયાન શરૂ કરવાનું જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...