ભાસ્કર વિશેષ:વાઘોડિયામાં દ્વારકાધિશ મંદિરનો 51મો પટોત્સવ, ઉત્સવની ઉજવણી નિમિત્તે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી‎

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયામા દ્વારકાધિશ મંદિરનો 51મો પટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. - Divya Bhaskar
વાઘોડિયામા દ્વારકાધિશ મંદિરનો 51મો પટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

વાઘોડિયાના વૈષ્ણવ સમાજ દ્વારા દ્વારકાધિશ મંદિરનો ગુરુવારે 51મો પટોત્સવ ધામધુમથી ઊજવાયો હતો. સાથે જ પ્રભાત ફેરી સાથે નગરમા શોભાયાત્રા ફરી હતી. વૈષ્ણવાચાર્ય ડો. વાગીશ કુમારની મંગલ ઊપસ્થીતીમા દ્વારકાધીશ મંદિરનો આજે 51મો પટ્ટોત્સવ ઊજવાયો હતો .ગૌસ્વામી 108 બ્રમ્હષી વ્રજેશ કુમાર મહારાજ સહિત ડો. વાગીશ કુમાર મહારાજની શોભાયાત્રા નગરમા કાઢવામા આવી હતી. જેમાં ડિજેના તાલે ભજનોની રમઝટ સાથે યુવા વૈષ્ણવોએ બાઈક રેલી યોજી હતી.

ગુરુવારે દ્વારકાઘીશ મંદિરે અલૌકિક મનોરથ દર્શન, મંગળા દર્શન, નંદ મહોત્સવ, રાજભોગ, કેસર સ્નાન તથા સાંજે શોભાયાત્રા સાથે શયનમા મોતી બંગલામા શ્રીજીના દર્શન સાથે રાતે મહાપ્રસાદનુ આયોજન કરાયુ છે. 51મો પટોત્સવ વૈષ્ણવોએ ધામધુમથી ઊજવી ગોલ્ડન જ્યુબેલી વર્ષ દ્વારકાધીશ મંદિરે ઊજવાઈ રહ્યુ છે. ત્યારે નગરના માર્ગોને સ્વચ્છ અને સુંદર બનાવી વિવિધ પ્રવેશધ્વાર બનાવી શોભાયમાન કરવામા આવ્યુ છે. હજારો વૈષ્ણવોની ઊપસ્થીતીમાં ધામ ધુમથી ધજા પતાકા સાથે મંગલમય કાર્યક્રમો દ્વારકાધીશ મંદિરે ઊજવાઈ રહ્યા છે. ત્યારે મહાઊત્સવોનો વૈષ્ણવો સાથે નગરજનો સંતોના મહા આશીષનો લ્હાવો લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...