રિસર્ફેસિંગ કામગીરી:વ્યારામાં 3.25 કરોડના ખર્ચે દેન નદી પર નવીન બ્રિજ બનાવાશે

વાઘોડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 57.20 કિમી ડામર રોડનું રૂ.950 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કરાશે

વાઘોડિયા તાલુકામા માર્ગ અને મકાન વિભાગ તરફથી દેવનદિ પર 3.25 કરોડના ખર્ચે નવીન બ્રીજનુ ખાતમુર્હત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના હસ્તે કરાયુ હતુ. સાથે જ 57.20 કિમી લાંબા ડામ્મર રોડોનુ 950 લાખના ખર્ચે રીસર ફેસીંગ કરવામા આવનાર છે. નવગામા, ડુંડેલાવ, વસવેલ અને ઊમરવા, મઢેલી જેવા ગામોમા એપ્રોચ રોડના કામો મંજુર કરાયા છે.

વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે ફલોડ, મઢેલી, ડભોઈને જોડતા રોડ પરના દેવનદિ પરના નવીન બ્રીજ માટે રૂા.3.25 કરોડના ખર્ચે નવીન બ્રીજના કામનુ ખાત મુર્હત વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના હસ્તે કરાયુ હતુ.

તાલુકાના મઢેલી, ફલોડ, ડભોઈ અને વાઘોડિયાને જોડતો માર્ગ ચોમાસા દરમ્યાન પુરની પરીસ્થીતીમા કોઝવે નદિના પાણીમા ગરકાવ થઈ જતા આસપાસના ગામો વિખુટો પડી જતા નોકરી-ધંધે જતા આવતા લોકોને અને ખેડુતોને પારાવાર મુશકેલીનો સામનો કરવો પડતો હતો.

જેની રજુઆત સ્થાનિકોએ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને કરતા તેવોએ સરકારમા રજુઆત કરી નવીન બ્રીજનુ કામ મંજુર કરાવતા ગુરુવારે તેનુ ખાતમુર્હત કરાયુ હતુ. જે કામ એક વર્ષમા એજન્સી પુરુ કરશે. આ પ્રસંગે નિલેષભાઈ પુરાણી, જીતેન્દ્રભાઈ પટેલ, ભુપત પટેલ તેમજ રજાકભાઈ મન્સુરી સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખાતમુર્હત પ્રસંગે હુંકાર કરી કહ્યુ હતુ કે આ વખતે વિઘાન સભામા સાતમી ટર્મ પણ હુ જીતીને આવવાનો છુ અને મારી વાઘોડિયાની જનતાના અઘુરા કામો પુરા કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...