તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વાઘોડિયા તાલુકાના સદસ્યો માટે 90 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી

વાઘોડિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના 4 મહિના બાદ વાઘોડિયા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ
  • આરસીસી રોડ અને પેવર બ્લોકના કામો માટે ગ્રાન્ટનો ઉપયોગ નહી કરી શકાય

વાઘોડિયા તાલુકા પંચાયતની ચૂંટણી બાદ 4 મહિનાના લાંબા સમય પછી કારોબારીની સભામાં વિકાસના કામોની ચર્ચા-વિચારણા બાદ ઠરાવ કરી શનિવારે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં કારોબારી સદસ્ય જીતેન્દ્રભાઈ પટેલે તાલુકાના ચુંટાએલ સદસ્યો માટે વિકાસના કામોની મંજુરીની મહોર મારી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો.

જે બાદ તાલુકા વિકાસ અઘિકારીએ સભ્યો દિઠ 4.5 લાખની 20 તાલુકા પંચાયત સદસ્યમાટે 90 લાખની ફાળવણી કરી હતી. જે મુજબ આરસીસી રોડ અને પેવરબ્લોકના કામો માટે ગ્રાન્ટનો ઊપયોગ કરી શકાશે નહિ, સદસ્યની ગ્રાન્ટમાંથી રેતી કંકડ અને સ્ટેમ્પ ડ્યુટી માટે ગ્રાન્ટ વાપરવાની રહેશે. જેમકે વોટરવર્ક્સમાટે પાઈપ લાઈન, બોરવેલ, હેડપંપ, ભુગર્ભ ગટર, વારિગૃહનુ વિજ જોડાણ વગેરેને પ્રાથમિક્તા આપી હતી.

તો ઘનકચરાના નિકાલ માટે કંમ્પોઝીટ સાઈટ અને નિકાલની વ્યવસ્થા, આંગણવાડી અને શાળાના ઓરડા, બાંકડા, સાર્વજનીક સ્થળોનુ બ્યુટીફિકેશન, વનીકરણ, સમુહ શૌચાલય, ભુગર્ભ ટાંકી, નદિ, તળાવ માટે ખડીયાટ, પિવાના પાની માટે ફિલ્ટરેશન વોટર, સીસીટીવી અને સાર સંભાળજેવા કામો મંજુર કરવામા વાપરી શકાશે. પ્રથમ સામાન્ય સભામા 20 સભ્યો પૈકી જરોદ અને નિમેટાના સદસ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે તાલુકા પંચાયતના ચુંટાએલ સદસ્યોને ખુબ જ રાહ જોયા બાદ ગ્રાન્ટ મળતા ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...