વાઘોડિયા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ખેરવાડી રૂસ્તમપુરા રોડ ઉપરથી એક ટાટા ઇન્ડિકા ગાડી નંબર Gj06kp 3196 નંબરની ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી વડોદરા શહેરમાં જઈ રહ્યો છે તે ચોક્કસ બાતમીથી વાઘોડિયા પોલીસ પાટીયાપુરા ગામ નજીક વોચમાં રહી ઈન્ડીકા ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખી
સદર ગાડીની તલાશી લેતા ગાડીમાં છુપાયેલો ઈંગ્લીશ દારૂની 180 બોટલો જેની કિંમત રૂપિયા 96900 તથા એક મોબાઇલ જેની કિંમત રૂપિયા 500 તથા ગાડીની કિંમત રૂપિયા 200000 મળી કુલ રૂપિયા 297400ના મુદ્દામાલ સાથે ભરતભાઈ નંદુભાઈ રાઠવા રહેવાસી રંગપુર, જીલ્લો છોટાઉદેપુરનાઓને પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.