તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાઘોડિયાના નવાપુરામાં ખેતરમાં છુપાવેલો 4 કિલો ગાંજાે ઝડપાયો

વાઘોડિયા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરા SOG પોલીસે ચાર કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો હતો. - Divya Bhaskar
વડોદરા SOG પોલીસે ચાર કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો હતો.
 • ખેતરમાં રહેતા યુવકની અટકાયત કરવામાં આવી
 • છોટાઉદેપુરથી અજાણ્યા શખ્સ પાસેથી ગાંજો લાવ્યો હોવાની કબૂલાત

વાઘોડિયાના નવાપુરા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડી 4 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ખેતરમાં રહેતા યુવકની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. તેને છોટાઉદેપુરથી અજાણ્યા શખ્સે ગાંજો હોવાનું જણાવતાં જિલ્લા એસઓજીએ વધુ તપાસ હાથ ધરી હતી.

જિલ્લા એસઓજીની ટીમને માહિતી મળી હતી કે, વાઘોડિયાના નવાપુરામાં રહેતા જલ્પેશ ઉર્ફે પપ્પુ નટુભાઈ પટેલના ખેતરમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. જે આધારે પોલીસે ખેતરમાં દરોડો પાડતા પોલીસે સ્થળ પરથી રૂ. 25,296ની કિંમતનો 4.216 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી જલ્પેશ ઉર્ફે પપ્પુ પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જલ્પેશ આ જથ્થો છોટાઉદેપુરથી લાવ્યો હતો. અજાણ્યા શખ્સે તેને આ જથ્થો આપ્યો હતો. જોકે તે આ ગાંજો કોને આપવાનો હતો તે અંગે તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો