તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:વાઘોડિયા તાલુકામાં કોરોના પોઝિટિવના 3 કેસ, 2ના મોત

વાઘોડીયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા ટાઉનમાં 2, ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો
  • આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ શરૂ

વાઘોડિયા ટાઉન તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તાલુકામાં નવા ત્રણ કેસ મળી આવ્યા છે. જેમાં ખેરવાડી ગામમાં એક કોરોના પોઝિટિવ જ્યારે વાઘોડીયા ટાઉનમાં બે કેસ નવા મળતા કોરોના પોઝિટિવના ત્રણ કેસ થતાં પ્રજામાં ભય ફેલાયો છે. વાઘોડીયા તાલુકાના રૂસ્તમપુરા ગામમાં કોરોના પોઝિટિવ દર્દીનું ગઇકાલે મોત થયું હતું. અગાઉ પણ એકનું મોત થતા એક જ પરિવારના બેના મોત થતા તાલુકાના કુલ બેના મોત નોંધાયા છે. વાઘોડીયા તેમજ રસ્તમપુરા પ્રાથમિક આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળા વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સર્વે હાથ ધરાયો છે કોરોના ગ્રસ્ત દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...