કોરોના સંક્રમણ:વાઘોડિયા તાલુકામાં 2 દિવસમાં પારુલ હોસ્ટેલના 4 છાત્રો સહિત 22 પોઝિટિવ

વાઘોડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભાનો બીજાવાર કોરોના ડેલ્ટા વેરિયન્ટ પોઝિટિવ આવ્યો
  • ગ્રામ્યમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું
  • છોટાઉદેપુર જિલ્લામાં 1 કિશોર સહિત ડભોઈ, પાદરા, વાઘોડિયામાં કેસ નોંધાયાં
  • ​​​​​​​લીમડા પારુલ હોસ્ટેલમાં વતનથી પરત ફરેલા 4 વિદ્યાર્થી, લિલોરા-1, રસુલાબાદ-1 , NDRF-5, વાઘોડિયાના બેંક કર્મી સંક્રમિત

વાઘોડિયા તાલુકાના ગ્રામ્યમાં કોરોનાના કેસમા ચિંતાજનક વઘારો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. છેલ્લાં બે દિવસમાં કોરોનાનાં 22 કેસ નોંધાયા છે.વાઘોડિયા તાલુકામાં નોંધાતા કોરોનાને લઈ ફફડાટ વ્યાપ્યો છે. વાઘોડિયા તાલુકાના, પીપળીયા, લીમડા પારૂલ હોસ્ટેલમાં 4, લિલોરા-1, રસુલાબાદ-1 , NDRF-5 સહીત વાઘોડિયા નગરમા બેંકના કર્મચારી સહિત કોરોનાના કુલ 22 કેસ નોંધાયા હતા. જેમાં પીપળીયાની સગર્ભા મહિલાને બીજાવારનો પણ ડેલ્ટા વાઈરસ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે પારૂલ હોસ્ટેલના વતન ગયેલા 4 વિદ્યાર્થીઓ પરત ફર્યા હતાં. તેઓ બહારથી આ‌વતાં તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં પોઝિટીવ આવતાં તેમને ક્વોરન્ટાઈન કરાયા છે. સગર્ભાને સમજાવવા છતા પોતે સ્વસ્થ હોવાનું કારણ આગળ ધરી હોસ્પિટલમાં દાખલ થયા નથી. વાઘોડિયાના હેલ્થ ઓફિસરે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી સુરક્ષિત રહેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...