ધરપકડ:ઈલેક્ટ્રિકલ કંટ્રોલ એન્ડ સિસ્ટમ કંપનીમાંથી કોપર ચોરતા 2 ઝબ્બે

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં થયેલી ચોરી

વાઘોડિયા જીઆઈડીસીમાં પ્લો.1420મા ઈલેક્ટ્રીકલ કંટ્રોલ એન્ડ સિસ્ટમ કંપની કનકકુમાર મગલલાલ વ્યાસ (58)મૂળ રહે.સાબુતી, તા.ડેડીયાપાડા, જિ.નર્મદાનાઓ છેલ્લા ત્રણ માસથી વાઘોડિયા જીઆઈડીસીમા આવેલ 1420મા શેઠના ડ્રાઈવર તરીકેની ફરજ બજાવે છે. નિત્યક્રમ મુજબ કંપનીના માલિક સાર્થકભાઈ પટેલને લઈ કંપની પર આવી તેવોને કંપની પર ઉતારી ગાડી પાર્ક કરી સિક્યોરીટી સાથે બેઠા હતા. સાંજના સાતેક વાગે સિક્યોરીટી દિનેશભાઈ અને અન્ય સિક્યોરીટી ગાર્ડ સાથે કંપનીના ગેટપર કનકકુમાર હાજર હતા ત્યારે રોજીંદા ક્રમ મુજબ નોકરીથી પરત જતા કામદારેને સિક્યોરીટી ગાર્ડ ગેટ પર ચેક કરતા હતા.

ત્યારે કંપનીમા સ્ટોર મેનેજર તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા રુપેશ રાજારામ ચિમાજી કોંડે રહે.403, શ્રીજી હાઈવ્યુ, સયાજીપુરા વડોદરા સાથે સ્ટોરમાં છેલ્લા એક વર્ષથી કામ કરતા અરવિંદભાઈ કાગડીયાભાઈ વસાવા રહે.વડજ મુખડી વસાહત, તા.ડભોઈ, જિ.વડોદરા સાથે કંપની ગેટ પર આવ્યા હતા. સ્ટોર મેનેજર રુપેશ કોંડેએ કાળોથેલો ખભે નાંખેલ હતો. જે થેલો સિક્યોરીટી ગાર્ડે ચેંક કરતા તેમાથી કોપરના 27 કિ.ગ્રા.ટૂકડા 20 હજાર કિંમતના મળી આવ્યા હતા.

જે બાબતે પૂછતા સ્ટોર મેનેજર રુપેશે કબૂલાત કરી હતી કે તે આ કોપર અરવિંદ વસાવા સાથે મળી કંપનીના સ્ટોરમાંથી ચોરી કરી હતી. જે અંગેની જાણ સિક્યોરીટી ગાર્ડે કંપની માલિક સાર્થકભાઈ પટેલને કરતા તેવોની સામે રુપેશે અને અરવિંદે સ્ટોરમાંથી કોપર ચોરી કર્યાની કબૂલાત કરતા સાર્થકભાઈ પટેલે કનકકુમાર વ્યાસની આ બંન્ને વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે રુપેશ અને અરવિંદની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...