તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાઘોડિયા તાલુકાના રામપુરા કેનાલમાં 3 પૈકી 2 યુવાન ડૂબ્યા

વાઘોડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવેશ પરમાર, રાજેશ માળી - Divya Bhaskar
ભાવેશ પરમાર, રાજેશ માળી
  • વડોદરાના 3 યુવાનો તાડફળીનો ઓર્ડર આપવા ગયા હતા
  • મોડી રાત સુધી લાપતા થયેલા યુવાનોનો પત્તો મળ્યો ન હતો

વાઘોડિયા તાલુકાના રામપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વડોદરાના બે યુવાનો ડૂબી જતાં લાપતા થયા હતા. લાપતા થયેલા આ બે યુવાનો સહિત ત્રણ યુવાનો તાડફળીનો ઓર્ડર આપવા માટે ઓટો રિક્ષા લઈને ગયા હતા.પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવેશ નટુભાઇ પરમાર ઉં.18 અને રાજેશ ( માળી ) ઈશ્વરભાઇ પરમાર ઉં.27 રહે.કલાલી ફાટક વડોદરા અને રાજા સકલીન શેખ સહિત ત્રણ યુવાનો ઉનાળાની ઋતુમાં તાડફળીનો વ્યવસાય કરવા માટે વાઘોડિયા તાલુકાના રામપુરા ગામ પાસે તાડફળીનો ઓર્ડર આપવા ગયા હતા.

તાડફળી વેચવાનું કામ કરતા પરિવારે દસ દિવસ બાદ તાડફળી લઈ જવા માટે જણાવ્યું હતું. આ ત્રણેય મિત્રો ઓર્ડર આપીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન રામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ભાવેશ પગ ધોવા માટે ઉતર્યો હતો. પગ લપસી જતાં તે કેનાલના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. જેને બચાવવા માટે તેનો મિત્ર રાજેશ માળી (કાળુ )પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ મિત્રની સાથે તે પણ નર્મદાના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો.બનાવની જાણ અન્ય મિત્રે વાઘોડિયા પોલીસને કરતાં તુરંત જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

તે સાથે સ્થાનિક લોકો પણ કેનાલ પાસે દોડી આવ્યા હતા. નર્મદા કેનાલમાં લાપતા બનેલા યુવાનોની શોધખોળ માટે પોલીસે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે આ બંને યુવાનોને શોધવા માટે એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી હતી. જોકે મોડી રાત સુધી લાપતા થયેલા યુવાનોનો પત્તો મળ્યો ન હતો. વડોદરાના બે યુવાનો નર્મદા કેનાલમાં ડૂબી જવાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો