અકસ્માત:વાઘોડિયાના ખંડીવાળા નજીક અકસ્માતમાં 2નાં મોત, 4 ગંભીર

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જરોદ પાસે ખંડીવાળા કેનાલ પાસે થયેલ કાર એક્સિડન્ટ. - Divya Bhaskar
જરોદ પાસે ખંડીવાળા કેનાલ પાસે થયેલ કાર એક્સિડન્ટ.
  • હાલોલથી કારમાં 5 વ્યક્તિઓ વડોદરા આવતી હતી
  • કારનું ટાયર ફાટતાં કાર બેકાબૂ બની ટેમ્પો સાથે ભટકાઈ

વાઘોડિયા હાલોલ વડોદરા રોડ પર સાંજના સમયે હાલોલથી વડોદરા તરફ આવતી ફોર્ડ કંપનીની કારમા પાંચ વ્યક્તીઓ સવાર થઈ વડોદરા તરફ આવતી હતી. ત્યારે વાઘોડિયાના ખંડીવાડા પાટીયા પાસેથી પસાર થતાં અચાનક કાર ચાલક યોગેન્દ્ર સિંહ કેસરીસિંહ શેખાવત(26) (રહે. તરસાલી વડોદરા)નો સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદી રોડની બીજી સાઈડ વડોદરા હાલોલ રોડ પર આવતા આઇસર ટેમ્પોમાં ધડાકાભેર અથડાઈ રોડ પર ત્રણથી ચાર પલટી મારી ડિવાઇડર પાસે અટકી હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ લોકોને બચાવવા કામગીરી શરૂ કરી હતી.

જોકે અકસ્માતમાં કારનો ખૂરદો બોલાતા બચાવ કામગીરીમાં વિલંબ સર્જાયો હતો. કારચાલક યોગેન્દ્રસિંહ શેખાવત સહિત કરિશ્માબેન ઠાકોર રહે. તરસાલી વડોદરા જીવલેણ ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. કારમાં અન્ય સવાર સોનિયા પરેશ વ્યાસ રહે. હાલોલ, શીતલ લાલસીંગ ડામોર રહે.હાલોલ, સુફિયાન શેખ રહે. હાલોલ તમામને ત્રણ જેટલી 108માં સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તો કારની અડફેટે આવેલ આઈસર ટેમ્પોના ચાલકને અકસ્માતમાં ઇજાઓ પહોંચતાં તેને પણ સારવાર અર્થે દાખલ કરાયો હતો.

કારમાં સવાર ઘાયલો પૈકી એકની હાલત ખૂબ નાજુક હોવાથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે વડોદરા હાલોલ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ જરોદ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. કારનું ટાયર ફાટતાં કાર બેકાબૂ બની આઇસર ટેમ્પો સાથે ટકરાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા લોકમુખે ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...