દારૂ જપ્ત:જરોદ રેફરલ ચોકડી પાસેથી દૂધના ટેન્કરમાંથી 18.96 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાઘોડિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વડોદરા-હાલોલ રોડ પર જરોદ નજીક રેફરલ ચોકડી નજીકથી દૂધના ટેન્કરમાં છૂપાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

દૂધ વાહન લખેલા ટેન્કર પર ચઢી ઢાંકણુ ખોલી તપાસ કરતાં ટેન્કરમાં વિવિધ માર્કાની વિદેશી દારૂની પેટીઓ ઠસોઠસ ભરેલી હતી. આ દૂધના ટેન્કર સહિત ડ્રાઈવર-ક્લિનરની પૂછપરછ કરતા ઓમપ્રકાશ લાદુરામ બિશ્નોઈ (રહે. ચેનપુરા, જિ. બારમેડ, રાજસ્થાન) અને રમેશ કુમાર મંગલારામ બિશ્નોઈ (રહે. વીરાવા, જિ. જાલૌર,રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

દૂઘના ટેન્કરમાં વિવિધ બ્રાન્ડની કુલ. 395 પેટી જેની બોટલો 4740 કિંમત 18,96,000નો વિદેશી દારૂ તથા આરોપીની અંગઝડતી કરતા 2 મોબાઈલ કિંમત 20 હજાર તથા દૂધ ટેન્કરની કિંમત 10 લાખ કુલ મળી કુલ રૂપિયા 29,16,000ના મુદામાલ સાથે 2 આરોપીની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે હરિયાણાના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ભરી આણંદ પાસે પહોંચી મોબાઈલ ફોન કરી ઠાકર નામના ઈસમને દારૂ ડિલિવરી કરવાનો હોઈ ઘટના સ્થળ પરથી નહીં મળી આવતા તેવો વિરુદ્ધ પણ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...