તાળાબંધીની ચીમકી:વાઘોડિયાની 175 આંગણવાડીની બહેનો આંદોલનના મૂડમાં

વાઘોડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ICDSને લગતા કામ સિવાયની અન્ય કામગીરી બંધ કરી શોષણ પ્રથા દૂર કરવા સહિતની માગ

વાઘોડિયા અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘે પોતાની પડતર માંગણીઓને લઈને વાઘોડિયા સેવા સદન ખાતે ભારે સુત્રોચ્ચાર કરી વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તાલુકાની 175 આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારો, વય નિવૃત્તિ મર્યાદા, પોતાને સરકારી કર્મચારી જાહેર કરવા, સરકારી કર્મચારીને મળતા તમામ લાભો નિવૃતી બાદ પણ મળે અને આઈસીડીએસને લગતી કામગીરી સિવાયની અન્ય કામગીરી બંધ કરી શોષણ પ્રથા દૂર કરવાની માંગ કરી હતી.

10 દિવસમાં માગ નહીં સંતોષાય તો તમામ બહેનો એકત્ર થઈને ઉગ્ર આંદોલન સાથે તાલુકાની તમામ આંગણવાડીઓને તાળા મારશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. આ અંગે વહીવટી મામલતદાર રમેશભાઇએ જણાવ્યું હતું કે, તમારી રજૂઆત અમે સરકાર સુધી પહોંચાડીશું.

અન્ય સમાચારો પણ છે...