હોબાળો:શંકર પેકેજિંગમાંથી છૂટી કરાયેલી13 મહિલાઓનો પોલીસ મથકે હોબાળો

વાઘોડિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપની દ્વારા બે દિવસમાં જ 38 મહિલાઓને પાણીચંુ અપાયું હતું

વાઘોડિયા શંકર પેકેજીગ કંપનીમાં કામ કરતી 38 ઉપરાંત મહિલાઓને બે દિવસમાંથી નોકરીમાંથી પાણીચુ પકડાવી દીધુ હતું. સોમવારે નોકરી પર ગયેલી 13 મહિલાઓએ વાઘોડિયા પોલીસ મથકે હોબાળો કર્યો હતો. મહિલાના હોબાળા બાદ પણ પોલીસે ફરિયાદ લેવાની આનાકાની બાદ પોલીસે મહિલાઓની રજૂઆત લેખિતમાં ધ્યાને લીધી હતી.

શંકર પેકેજીંગમાં હાલ 2000 ઉપરાંત વર્કરોનું શોષણ થતા તેઓ હડતાલ પર ઉતર્યા હતાં. બાદ કંપનીએ તેઓની વાત માની ફરીથી કામ પરત લીધા હતા. ત્યારે ફરી એકવાર શંકર પેકેજીગ કંપનીએ પોતાને ત્યાં કામ કરતી 30 ઉપરાંત મહિલાઓને નોકરીમાંથી જ છુટા કરી દીધી હતી.

જોકે કંપની કર્મચારીઓએ કંપનીમાં કામ ન હોવાના કારણે છુટા કર્યાનું તારણ આગળ કર્યું હતું. તો મહિલાઓનું કહેવું છે કે કંપનીમાં જ્યારે સ્ટ્રાઈક ચાલતી હતી. ત્યારે કંપનીએ અમને નોકરી પર રાખ્યા હતા. હવે કંપનીને જરૂર નથી તેમ કહી અમને નોટિસ કે એડવાન્સ પગાર આપ્યા વગર નોકરીમાંથી છૂટા કરી દીધા છે.

સાથે જ કંપની મેનેજમેન્ટે આ બાબતે રજૂઆત કરવા જતા અમારી સાથે ગાળો બોલી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે. જે બાબતની કંપની વિરુદ્ધ ફરિયાદ કરવા માટે વાઘોડિયા પોલીસ મથકે 13 ઉપરાંત મહિલાઓ પહોંચી હતી. શંકર પેકેજીગ સામે ફરિયાદ કરવા આવેલ ફરિયાદીની વાઘોડિયા પોલીસ રજૂઆત પણ સાંભળતી નથી તેવો આક્રોશ મહિલાઓએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...