તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:વાલિયા સીએચસી પાછળ બાયો મેડિકલ વેસ્ટ ફેંકતા લોકોમાં ભય

વાલિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રની દીવાલ પાછળ પીપીઈ કીટ,માસ્ક,ગ્લોઝ,દવા અને ઇન્જેક્શન ફેંકી દેવાયા હતા - Divya Bhaskar
વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રની દીવાલ પાછળ પીપીઈ કીટ,માસ્ક,ગ્લોઝ,દવા અને ઇન્જેક્શન ફેંકી દેવાયા હતા
 • કોરોનાના કહેર વચ્ચે પીપીઈ, કીટ, ગ્લવ્ઝ, માસ્ક સહિતનો વપરાયેલો વેસ્ટ મળી આવ્યો

વાલિયા તાલુકાનાં સરકારી દવાખાનામાં નિયમિત સફાઈ નહીં થતી હોવાનું સામે આવ્યું છે. તાલુકામાં અગાઉ 2 લેબ ટેક્નિશિયન અને હાલમાં 3 એસઆરપી જવાનો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સરકારી દવાખાનામાં કોરોનાનું ટેસ્ટિંગ થાય છે. ટેસ્ટીંગ થયા બાદ વપરાયેલો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખી દેવાતા લોકોમાં ભય ફેલાયો છે. વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી છતી થઈ છે. પીપીઈ કિટનો ઉપયોગ કરી ગમે ત્યાં નાખી દેવામાં આવે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ બાયોમેડિકલ વેસ્ટ ભરવા આવતી ગાડીમાં નહીં મોકલી સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

દવાખાનાના કમ્પાઉન્ડના ખુલ્લા કૂવામાં અને દીવાલ પાછળ  કોરોના ટેસ્ટિંગમાં વપરાયેલી પીપીઈ કીટ, માસ્ક ,ગ્લોઝ , ઈન્જેકશન, દવા, દર્દીઓના કપડા ફેંકી દેવાયા છે.  કોરોનાના કહેર વચ્ચે સરકારી હોસ્પિટલોમાં જ કોરોના સંક્રમિતો વધી ગયા છે જે આવી બેદરકારીઓનો ભોગ બની રહ્યા છે. લોકો હવે વાલિયા સરકારી દવાખાને આવતાં ગભરાય છે. યોગ્ય તપાસ કરી કસૂરવારો ઉપર કાર્યવાહી કરવી જોઈએ 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો