તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:વડોદરાથી આવેલો વધુ એક SRP જવાન પોઝિટિવ, , ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 32 પહોંચ્યો

વાલિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદથી પરત ફરેલા 2 જવાન સહિત વાલિયાની રૂપનગર SRP ગ્રૂપના કુલ 3 જવાનો સંક્રમિત થયાં
 • આમોદના કોરોનાગ્રસ્ત વૃદ્ધ નિવૃત્ત શિક્ષક વેન્ટિલેટર પર

ભરૂચ જિલ્લામાં આજે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતાં જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંક 32 પર પહોંચ્યો હતો. બીજી તરફ ગઈકાલ સાંજે વડોદરાથી આમોદ પુત્રના ઘરે આવેલાં વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં બાદ આજે દિવસભર તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાની અફવા ચાલી હતી. જોકે મોડી સાંજે આરોગ્ય વિભાગે મામલામાં સ્પષ્ટતા કરી હતી કે, તેમની હાલત અત્યંત ગંભીર હોઈ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લાં ચાર જ દિવસમાં કોરોના પોઝિટિવના નવા 5 કેેસ નોંધાયાં છે. જોકે તે તમામ અન્ય જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં આવ્યાં છે.

ગઈકાલે નેત્રંગના રૂપનગર એસઆરપી ગ્રુપ 10માંથી અમદાવાદન નરોડા ખાતે બંદોબસ્તમાં ગયેલાં 44 પૈકી 2 એસઆરપી જવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આમોદના આમલીપુરા ખાતેં 70 વર્ષના નિવૃત શિક્ષક ચતુર પરમારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમને ગત 24મીએ અકસ્માતે ફેક્ચર થયું હતું. ઉપરાંત તેઓ ડાયાબિટીસ સહિતની અન્ય બિમારીઓથી પિડાઈ રહ્યાં હતાં. દરમિયાનમાં તેઓને શ્વાસની તકલીફને લઈને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.હાલ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં  છે. બીજી તરફ વાલિયાના રૂપનગર ખાતેના એસઆરપી ગ્રુપ 10માંથી વડોદરા ખાતે બંદોબસ્તમાં ગયેલાં જવાનો પૈકી 9 જવાનોના ગઈકાલે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં જયંતીલાલ ભીલ નામના એસઆરપી જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ડાયાબીટીસ અને હાઈપરટેન્શનની બીમારી છે. તેઓ ગત 24 માર્ચથી વડોદરાના યાકુતપુરા ખાતે બંદોબસ્તમાં રહ્યા બાદ પરત રૂપનગર આવ્યા હતાં.  જિલ્લામાં કુલ 1940 લોકોને હોમ કોરોન્ટીન કરાયાં

અન્ય જિલ્લાઓમાંથી ભરૂચમાં આવેલાં લોકોના કારણે તેમના સંપર્કમાં આવેલાં લોકોનું પણ આરોગ્ય પરિક્ષણ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. જેના ભાગરૂપે હાલમાં 135 લોકોને ફેસિલીટી સેન્ટરમાં રખાયાં છે. જ્યારે જિલ્લામાં 2040 લોકો પૈકી 110 લોકોએ 14 દિવસનો સમયગાળો પુર્ણ કરતાં હાલમાં 1940 લોકોને હોમ કોરોન્ટીન કરવામાં આવ્યાં છે.આ ઉપરાંત  અન્ય શંકાસ્પદોના સેમ્પલ લેવાની પણ આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. 

આમોદમાં 17 ને ફેસિલીટી સેન્ટરમાં મોકલ્યા, 26 હોમગાર્ડ હોમ ક્વોરન્ટીન
આમોદ : આમોદના 79 વર્ષીય નિવૃત શિક્ષક ચતુરભાઈ ત્રિભુવન પરમારને કોરોના પોઝિટિવ આવતાં વોર્ડને સીલ કરી દઈ તેમના પરિવારના 17 લોકોને ફેસિલિટી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત આમોદ વણકરવાસના 26 હોમગાર્ડને પણ હોમ ક્વોરન્ટીન રહેવા સૂચના આપી છે. મેડિકલની ટીમોએ ઘેર ઘેર સર્વે હાથ ધર્યો છે. નિવૃત શિક્ષકે ગામના મોટાભાગના લોકોને ભણાવ્યા હોવાથી ગામલોકોમાં ચિંતાની લાગણી જન્મી હતી. આમોદમાં આરોગ્ય સેતુ એપમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધી પણ કોઈ કોરોના પોઝિટિવ હોય એવુ બતાવતી નથી.

વાલિયાના 48 લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટીન કર્યા
વાલિયાના કન્ટેઈનમેન્ટ ઝોનના 329 ઘરોમાં 11 ટીમે 1174 લોકોનું ફરી સ્ક્રીનિંગ કર્યું હતું. જેમાં કોઈ શંકાસ્પદ કેસ મળ્યો નથી. આ ઉપરાંત બફર ઝોનના ઈટકલા, સિંગલા, ચોટલીયા, કેસરગામ, ચંદેરિયા,વાગલખોડ, ધારોલી, મીઠામોરા, હરીપૂરા,માલજીપરામાં 25 ટીમે 7933 લોકોનું  સ્ક્રીનિંગ કર્યું હતું. ફેસીલીટી કોરંટાઈન વોર્ડ નેત્રંગ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૦ રૂપનગર વાલીયાના 48 લોકોને 14 દિવસ માટે કોરેનટાઈન કર્યા છે. નેત્રંગમાં 12 જણના રિપોર્ટ નેગેટિવ, વાલિયામાં 10 ના નેગેટિવ, 3 ના રિપોર્ટ પેન્ડીંગ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો