તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા:વાઘોડિયામાં ખેડૂતોના પાકના વેચાણ માટે વ્યવસ્થા કરાઈ

કોરોના ઇફેક્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એપીએમસી દ્વારા ખેડૂતોનો માલ બજાર સુધી પહોંચાડાયો
  • તૈયાર થયેલો માલ ઘરમાં પડી રહેતા ખેડૂતોને નુકશાનીની ભીતી હતી

વાઘોડિયાઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્રારા ખેડૂતોને તૈયાર પાક વેચાણમાં આવે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના વાઇરસના કારણે લૅાકડાઉન થતા ખેડૂતોના શાકભાજી, કઠોળ ફળ જેવા તૈયાર પાક ઘરમાં પડી રહેતા તેવા સમયે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાઘોડીયા દ્રારા ખેડૂતોના પાક વેચાણમાં આવે તેવી વ્યવસ્થા કરી છે. લૅાકડાઉનના કારણે ખેડૂતોના શાકભાજી, ફળફળાદિ, કઠોળ જેવી ચીજ વસ્તુઓ ઘરમાં પડી રહે છે. તો તેવી વસ્તુઓ બગડી જવાથી ફેંકી દેવી પડે છે અને હાલ બજારમાં માલની અછત જોવા મળે છે.

સરકાર દ્વારા આવશ્યક સેવાઓ ચાલુ રાખવા છૂટ
 જેથી ખેતીવાડી બજાર સમિતિ દ્વારા ખેડૂતોનો માલ બજાર સુઘી પહોંચે તે માટે યોગ્ય રીતે તેનું ઉપજ મળી રહે તેનું ધ્યાન રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તથા ગુજરાત સરકારના જાહેરનામા મુજબ સરકાર દ્વારા આવશ્યક સેવાઓ ચાલુ રાખવા છૂટ આપી છે. ખેડુતોનો તૈયાર પાક બગડે ના અને વેચાણમાં આવે તો રાહત મળી શકે છે. વાઘોડીયા તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ સંપર્ક કરાતા આવા સમયે રાહતની લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ઠાકોરભાઈએ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...