કોરોના સંક્રમણ:શિનોર તાલુકામાં 13મા દિવસે કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો

શિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધલીમાં મ્યુકોરમાઈકોસિસના બીજા દર્દીનું વડોદરા SSGમાં સફળ ઓપરેશન કરાયું

શિનોર તાલુકામાં આજે 13માં દિવસે એક પણ કોરોના પોઝિટિવ મળી આવેલ નથી. આરોગ્ય તંત્ર દ્વારા શનિવારે 30 એન્ટિજન ટેસ્ટીગ નેગેટિવ આવ્યા છે. સાધલીમાં મ્યુકરમાઈકોસિસના બીજા દર્દીનું પણ સફળ ઓપરેશન વડોદરા એસએસજીમાં કરાયેલ છે. શનિવારે આરટીપીસીઆરના 66 સેમ્પલ લેવાયા હતા.શિનોર તાલુકાના શિનોર, સીમળી અને સાધલી પીએચસી દ્વારા 10 લેખે કુલ 30 એન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવતા સતત 13મા દિવસે નેગેટિવ આવેલ છે.શિનોર તાલુકો કોરોના મુક્ત થવા ઝડપભેર આગળ વધી રહ્યો છે. આજે 66 આરટીપીસીઆરના સેમ્પલ લઇ વડોદરા મોકલી આપ્યા છે.

આરોગ્ય તંત્ર દ્વારા 14565 લાભાર્થીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ, 5751 લાભાર્થીઓને બીજો ડોઝ અપાયો હતો.સાધલીમાં અગાઉ વોર્ડ નંબર-1ના ઇસમને મ્યુકરમાઈકોસિસનું સફળ ઓપરેશન પછી વોર્ડ નંબર-2ના બીજા ઇસમને પણ મ્યુકરમાઈકોસીસનું મોઢામાં સફળ ઓપરેશન એસએસજીમાં કરાયેલ છે.

કોરોનાની વિદાય સામે શિનોર તાલુકાના સાધલી જ ગામમાં 2 મ્યુકરમાઈકોસીસના કેસો બનતા આરોગ્યતંત્ર સજાગ બનેલ છે. અગાઉ પછાત વર્ગમાં કોરોનાની રસી માટે અંધશ્રદ્ધા હતી. પરંતુ હવે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વારંવાર સમજણ અપાતા વેક્સિન લેવા સક્રિય રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને અટકાવવામાં માટે એક માત્ર વેક્સિન રામબાણ ઇલાજ હોય તમામ વર્ગ દ્વારા અચૂક વેક્સિન લેવા જાગ્રતા જરૂરી છે. બીજી લહેરમાં શિનોર તાલુકામાં મૃત્યુના કિસ્સા ખૂબ જ વધી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...