નદી નાળામાં પાણી ભરાયા:મિઢોળ નજીકના નાળા પર 2 ફૂટ પાણી ફરી વળતાં વાહનો ફસાયાં

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિનોર-સાધલી માર્ગ પર આવેલ મિઢોળ ગામ પાસે આવેલ નાળા પરથી 2 ફૂટ પાણી ફરી વળતાં વાહનો ફસાયાં હતાં. - Divya Bhaskar
શિનોર-સાધલી માર્ગ પર આવેલ મિઢોળ ગામ પાસે આવેલ નાળા પરથી 2 ફૂટ પાણી ફરી વળતાં વાહનો ફસાયાં હતાં.
  • શિનોરમાં ગત શનિવારથી એકધારો વરસાદ વરસી રહ્યો છે
  • શિનોર-સાધલી માર્ગ પર આવેલ મિઢોળ ગામ પાસે આવેલ નાળા પરથી 2 ફૂટ પાણી ફરી વળતાં વાહનો ફસાયાં હતાં.

શિનોર પંથકમાં ગત શનિવારથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ પડતાં નદી નાળામાં પાણી ભરાઈ ગયા છે. એક ધારો વરસાદની હેલી થતાં હાલ વરસાદી પાણી મુખ્યમાર્ગો પર ફરી વળતાં શિનોર સાધલી મિઢોળ ગામ પાસે અને સાધલી કારવન વચ્ચે આવેલ ભૂખી અને એહાનના પાણી આવી જતા બે ફૂટ પાણી માર્ગ પરથી વહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

ઉપરવાસમાંથી નર્મદામાં પાણી આવતા નદી બે કાંઠે વહેતી હોય તંત્ર દ્વારા તાલુકાના 11 ગામોને એલર્ટ કરી તલાટીઓને સ્થળ પર રહેવાની અને પોલીસને પણ જાણ કરેલ છે. શિનોર પંથકમાં શનિવારથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. શનિવારે 71 મિ.મી, રવિવારે 43મિ.મી, સોમવારે 86 મિ.મી અને આજે મંગળવાર બપોર સુધી 39 મિ.મી આમ કુલ 239 મિ.મી એટલેકે 10 ઈંચ જેટલો વરસાદ પડેલ છે.

સતત એકધારો વરસાદ પડતાં હવે નદી નાળા પાણીથી ભરાઈ ગયા છે અને મુખ્ય માર્ગો પર પાણી આવી ગયા છે. શિનોર-સાધલી માર્ગ પર મિઢોળ ગામ પાસે આવેલ નાળા પર ભૂખી અને એહાનના પાણી માર્ગ પર આવી ગયા છે અને નાળા પર 2 ફૂટ પાણી વહી રહ્યા છે. સાધલી-કારવણ માર્ગ પર પણ ભૂખીના પાણી ફળી વળતાં વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.

જો આવો જ વરસાદ એકધારો ચાલુ રહે તો ખેતી પાકોને પણ નુકસાની જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા નદીમાં નવા નીર આવતા હાલ નર્મદ બે કાઠે વહી રહી છે. ત્યારે તંત્ર પણ સજાગ બનેલ છે. શિનોર મામલતદાર વી.વી.વાળા તાલુકાના નદી કિનારાના 11 ગામો મોલેઠા, બરકાલ, ઝાઝાડ, આંબાલી, કંજેઠા, શિનોર, માલસર, માંડવા, સુરાશામળ, દિવેર, મઢીના તલાટી કામ મંત્રીને સ્થળ પર હાજર રહેવા અને નદી કિનારે જવા લોકો માટે પ્રતિબંધ કરવાની સૂચના આપી છે અને પોલીસને પણ જાણ કરેલ છે. શિનોર સરકારી ચોપડે આજે મગળ વાર બપોર સુધી કુલ 382 મિ.મી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...