શિનોર તાલુકામાં રાજ્ય સરકારની વિવિધ યોજનાના અમલીકરણ અંગેની સમીક્ષા કરવા અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓની આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમા રાખી તારીખ ચોથી જૂનના રોજ ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ ગૃહરાજ્યમંત્રી રૂબરૂ મુલાકાત લઇ રાત્રિ રોકાણ કરનાર છે.
ગુજરાત રાજ્ય સરકારના ભૂતપૂર્વ ગૃહમંત્રી ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત શિનોર તાલુકામાં થયેલી કામગીરીના મૂલ્યાંકન તથા અનેકવિધ યોજનાના લાભાર્થીઓની મુલાકાત સાથે ચર્ચા વિચારણા કરવા તારીખ 04-06-2022 સવારના 10 કલાકે કુકસ ગામે શ્રી નાયાજી મહારાજ મંદિરના સભાખંડમાં પધારનાર છે.
પ્રથમ સભામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા તાલુકા સંગઠનના પદાધિકારીઓનો પરિચય કેળવશે. ત્યારબાદ સાધલી જિલ્લા પંચાયત બેઠકના ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરશે અને આવાસ યોજના, પેન્શન યોજના, આયુષ્યમાન કાર્ડ, ઉજ્વલા યોજનાનું મુલ્યાંકન કરશે. ત્યારપછી વિવિધ સમાજના અગ્રણીઓ સાથે તથા મહિલા મોરચાની બહેનો, મહિલા ભજન મંડળીની બહેનો અને સખી મંડળની બહેનો સાથે મુલાકાત કરશે.
બપોર પછી શિનોર જિલ્લા પંચાયતના લાભાર્થીઓની મુલાકાત, અગ્રણીઓ સાથે બેઠક, મહિલા મંડળો સાથે બેઠક ગોપાલ કોટન જીનમાં કરશે અને સાંજના 5 કલાકે માલસર મુકામે નર્મદા નદી ઉપર તૈયાર થઇ રહેલા માલસર-અસા બ્રિજની મુલાકાત લેશે. સાંજે શ્રી સત્યનારાયણ મંદિરમાં દર્શન કરી આરતીનો લાભ લેશે અને રાત્રે પુનિયાદ મુકામે રોકાણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.