ચૂંટણી શાંતિથી સંપન્ન:શિનોર ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પાંચ ઝોનના 5 ઉમેદવારો બિનહરીફ

શિનોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધલીમાં શુક્રવારે સંઘની ઓફિસમાં યોજાયેલી ચૂંટણી શાંતિથી સંપન્ન

તારીખ 10 જૂન 2022ના રોજ સાધલી મુકામે સંઘની ઓફિસમાં મામલતદાર/ ચૂંટણી અધિકારી વી.વી. વાળાના સાનિધ્યમાં શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મંડળી પ્રતિનિધિઓની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલ છે. સવારના 9 કલાકે 5 ઝોનની ચૂંટણીની શરૂઆત થઈ અને 11:30 કલાકે 100 ટકા મતદાન પૂરુ થયેલ હતું.

અગાઉ 5 ઝોનના 5 ઉમેદવારો બિન હરીફ ચૂંટાયા હતા. જ્યારે ગાઉ 3 વ્યક્તિ પ્રતિનિધિઓ બાલુભાઇ પટેલ, છીતુભાઈ પટેલ, ભાલચંદ્ર પટેલ બિનહરીફ જાહેર થયા હતા. શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ દ્વારા ભાજપ પ્રેરિત પેનલમાં 9 ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે એક ઝોન બાકી રાખેલ હતો. જેમાં ભાજપાના મહામંત્રી ધર્મેશ પટેલ એકમાત્ર ઉમેદવાર હતા અને બિન હરીફ સ્વતંત્ર ઉમેદવાર તરીકે જાહેર થયા હતા.

શુક્રવારે થયેલ ચૂંટણીમાં 3:00 વાગ્યા પછી મત ગણતરી ચાલુ કરાઈ હતી. જેમાં ઝોન-2 ઠાકર દેવેન્દ્રભાઈ અંબાલાલ નાના કરાળા, ઝોન-3 પટેલ મહેશભાઈ સનાભાઇ પુનિયાદ, ઝોન-7 પટેલ વિસાલભાઇ મહેન્દ્રભાઇ બરકાલ, ઝોન-8 પટેલ નરેન્દ્રભાઈ અંબાલાલ બીથલી અને ઝોન -9 પુરોહિત ભાસ્કરભાઈ મૂળજીભાઈ સતીષાણા વિજેતા જાહેર થયા હતા.

ઉમેદવારી પત્રો ભરાયા પછી ઝોન નંબર-2 શરૂઆતથી જ ભારે ચર્ચાસ્પદ બનેલ હતો. તેમાં કુલ 2 ઉમેદવારો સહિત 5 મતદારો હતા. જેમાં 4 મતદારો ભાજપના હતા અને ઉમેદવાર રિતેશ પટેલ બીથલી, એક માત્ર કોંગ્રેસના હતા. પરંતુ બે મતદારોમાં એક વિકાસ પટેલ તેમના સગા મોટાભાઈ અને ભાવનાબેન પટેલ તેમના સગા ભાભી હતા.

આ ઝોન શરૂઆતથી ચર્ચાસ્પદ બનેલ હતો અને ક્રોસ વોટિંગની શક્યતા હતી. પરંતુ ઉમેદવાર રિતેશ પટેલે પણ સામાવાળા ઉમેદવારને મત આપતાં દેવેન્દ્રભાઈ અંબાલાલ ઠાકરને 5 મત મળતા વિજેતા થયા હતા. વિજેતા થયેલ ઉમેદવારોને તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ અને પક્ષના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...