ભાસ્કર વિશેષ:ડિજિટલ સેવાસેતુ અંતર્ગત 56 સેવાઓ વીસીઇના માધ્યમથી ઘેરબેઠાં ઉપલબ્ધ

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 26 વીસીઈ કાર્યરત હોવા છતાં લોકોને સામાન્ય કામ માટે પણ ધક્કા પડે છે
  • સ્થાનિક પંચાયતોમાં ફી નક્કી કરાઈ હોવા છતાં જાણકારીના અભાવે લોકો લૂંટાય છે અને ~20ના ~200 આપે છે

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાસેતુ અંતર્ગત 56 જેટલી સેવાઓ ઘેર બેઠા સ્થાનિક પંચાયતોમાં વી.સી.ઇ. (વિલેજ કોમ્યુટર એન્ટરપ્રિન્યોર)ના માધ્યમથી માત્ર ટોકન રકમથી અપાય છે. શિનોર તાલુકામાં 26 વીસીઈ કાર્યરત હોવા છતાં લોકો શિનોર કચેરીના સામાન્ય કામ માટે ધક્કા ખાઇ નેટ બંધ હોય તો પરત જાય છે તેઓએ સ્થાનિક પંચાયતના વી.સી.ઇ મારફત સેવાનો લાભ લેવા જણાવાયેલ છે. શિનોર તાલુકાની 26 ગ્રામ પંચાયતમાં ગુજરાત સરકારના ડિજિટલ સેવા સેતુ હેઠળ વી.સી.ઇ. દ્વારા દાખલાઓ રૂા.20 ફી તથા ખેતીના ઉતાર રૂા.5 ફીની ટોકનથી અપાય છે. છતાં શિનોરના ધક્કા ખાઇ લોકો પાછા આવે છે.

આવકના દાખલા, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના, દિવ્યાંગ આર્થિક સહાય, જન્મ મરણના દાખલા, પેઢીનામું, ખેતીની જમીનના 7- 12- 8 અ ના ઉતારા, હક પત્રક સને 1951થી ઉપરાંત 1951થી જૂના 7-12 હસ્તલિખિત ઉતારા માત્ર રૂા.5 ફી લઈ અપાય છે. રેશન કાર્ડમાં સુધારો, નામ ઉમેરો, કમી કરવો, સુધારો કરવો જેવા કામો માત્ર રૂા.20ની નિયત ફી ભરીને ઘેર બેઠા થાય છે. ડિજિટલ સેવા સેતુ અંતર્ગત 56 જેટલી સેવાઓ સ્થાનિક પંચાયતોમાં વી.સી.ઇ. દ્વારા નક્કી કરેલ ફીથી અપાય છે. છતાં જાણકારીના અભાવે લોકો લૂંટાય છે અને રૂપિયા 20ના રૂા.200 આપે છે.

વચેટિયા દલાલો અજ્ઞાનતાનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. કોમન સર્વિસ સેન્ટર અને જન સુવિધા કેન્દ્રો ઉપર પણ સરકારી ફી લઈને યોજનાકીય દાખલાઓ અપાય છે. સેગવા ગામે તા.16 સપ્ટે.ના સવારના 10:00 કલાકે જન સુવિધા કેન્દ્ર નાગરિકોની સુવિધા માટે ખુલનાર છે. સેવાસદન તથા સરકારી કચેરીઓમાં દલાલો વચેટિયા ઊભરી રહ્યા છે. કોઈપણ બહાના હેઠળ કર્મચારી, અધિકારી કામ માટે ધક્કા ખવડાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેવા સમયે સરકારની ડિજિટલ સેવા સેતુ હેઠળ 56 જેટલી સેવાનો લાભ પંચાયતના 26 ગામોના વી.સી.ઇ. પાસેથી નિયત ફીથી લેવા જણાવાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...