તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:શિનોર પાસેની નર્મદા કેનાલમાં બે નીલગાયો પડતાં ફસાઇ ગઇ

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અચીસરા અને ટીમ્બરવા ગામ પાસે બનેલો બનાવ
  • ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફની ટીમે સલામત બહાર કાઢી જીવ બચાવ્યો

શિનોર તાલુકાના અચીસરા અને ટીમ્બરવા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં શુક્રવારે સાંજના સમયે બે નીલ ગાય કેનાલમાં પડતા બહાર નીકળાતું ના હોઇ ફસાઈ ગઈ હતી. એક જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટ ખાતાના અધિકારી અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના માણસોને જાણ કરતાં તુરત સ્થળ પર આવી ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી.

શિનોર તાલુકાની સીમમાં નીલ ગાયનો વાસ છે. આ નીલગાયો ફરતાં ફરતાં મુખ્ય માર્ગો પર આવી જાય છે. શુક્રવારે સાંજના સમયે બે નીલગાય અચીસરા અને ટીમબરવા ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં ઉતરી પડી હતી. તેમણે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પણ બહાર નીકળાતું નહોતું.

આ જોઈ એક જાગૃત નાગરિક નિલેશ પટેલે (અવાખલ) આ બાબતે ફોરેસ્ટ ખાતાના અધિકારી સંજય પ્રજાપતિ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ભરત મોરેને જાણ કરી મોબાઇલથી લોકેશન મોકલી જાણ કરી હતી. ફોરેસ્ટના અધિકારી અને કર્મચારીઓ તેમજ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના માણસો તુરત સ્થળ પર આવી પહોંચ્યા હતા. નિલગાયોએ માણસોને જોતાં દોડાદોડ કરી હતી.

અંધારું પડી જતાં એક સમયે આ લોકો પણ મુંજાયા હતા. બાદ ઘણી યુક્તિ પ્રયુક્તિ અજમાવી 2 થી 3 કલાકની જહેમત બાદ બંને નિલગાયોને સહી સલામત બહાર કાઢી હતી. ફોરેસ્ટ ખાતું અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમે નિલગાયોને સહી સલામત બહાર કાઢી જીવ બચાવતાં લોકોએ તેમની આ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...