ભાસ્કર વિશેષ:સાધલીથી 100 ઉપરાંત રૂટો પર ST બસની અવરજવર હતી, આજે 50 ટકા પણ નથી

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં બંધ કરાયેલી શિનોર-સાધલી પંથકની ST બસો ફરી ચાલુ કરવા માગ
  • જનતાની માગ સમજ્યા વગર તંત્ર દ્વારા મનસ્વી રીતે બસો બંધ-ચાલુ કરાય છે

કોરોના કાળના એક વર્ષના સમયગાળા દરમિયાન એસટી વિભાગ દ્વારા બંધ કરાયેલ એસટી બેસો આજે પણ શિનોર-સાધલી પંથકમાં બંધ રાખીને તંત્ર દ્વારા મન ફાવે તે રીતે જનતાની માગ સમજ્યા વગર મનસ્વી રીતે બસો બંધ ચાલુ રખાય છે. તેની સામે પણ નેતાગીરી પણ મૂંગી બની હોય જનતામાં રોષ ફેલાયો છે. કરજણ ડેપોની : કરજણ-રાજપીપલા-જંબુસર અગાઉ બે ટાઈમ ચાલતી હતી, કરજણ-ડભોઇ, કરજણ - માલસર, કરજણ છોટાઉદેપુર, કરજણ- ચાણોદ બે ટાઈમ ચાલતી હતી. કોરોનામાં બંધ થયા પછી આજદિન સુધી ચાલુ થઈ નથી.

જ્યારે ડભોઇ ડેપોની : ડભોઇ- બાણજ ( રાત્રી બસ), ડભોઇ- માજરોલ, ડભોઇ-નારેશ્વર, ડભોઇ-સાધલી વાયા મંડાળા આજ દિન સુધી બંધ થયા પછી ચાલુ થઈ નથી. તો પાણીગેટ ડેપોની : આ ડેપોની બસો જેને વિદ્યાર્થીઓએ તા.3/9/21 કાયાવારોહણ રોકી ત્યારે ડેપો મેનેજર દિન 10માં બસો ચાલુ કરવાની ખાતરી આપી હોવા છતાં વડોદરા માંજરોલ (ડે આઉટ) કીર્તિસ્તંભ- તેરસા, વડોદરા- માલસર- ગોધરા, કીર્તિસ્તંભ - સાધલી, બંધ કર્યા પછી આજે પણ ચાલુ કરાઈ નથી. વાઘોડિયા ડેપોની સાધલી-ડાકોર જે કમાઉ દીકરો હતી સાધલી - અમદાવાદ, સાધલી - અંબાજી બંધ કરાયેલ જે ચાલુ નથી

ખાસ તો કરજણ ડેપોની પાદરા માલસર વાયા સાધલી-સેગવા-મોટાફોફળિયા હોસ્પિટલ માટે આશીર્વાદરૂપ સિનોર ચાલતી હતી તે બંધ કરી દર્દીઓને પણ મુશ્કેલી માં મુકેલ છે સાવલી ખાતે છેલ્લા બે વર્ષથી બુકિંગ સેવા ચાલુ છે પરંતુ લાંબા અંતરની એ પણ બસ સેવા ચાલુ ના હોય એજન્ટને કોર્ટમાં ઉતારવાનો વારો છે જ્યારે પણ મોટા તહેવારો હોય ત્યારે ગામડાઓના મુસાફરોને ભારે અન્યાય કરી શિનોર સાધલી પંથકની 200 મનસ્વી રીતે જાન કર્યા વગર મુસાફરોને રામ ભરોસે છોડાય છે.

અગાઉ શિનોર તાલુકાના મુખ્ય સેન્ટર સાધલી ખાતેથી સો ઉપરાંત રૂટોની અવરજવર હતી આજે 50 ટકા પણ રહી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી બંધ થયેલ રૂટો ચાલુ થયા નથી. આમ અધિકારીઓ મન ફાવે તેવા નિર્ણયો લઈ કમાઉ રૂટો બંધ કરી એસ.ટી નિગમને ખોટમાં ઉતારી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...