તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:શિનોરની દિવેર મઢીની નર્મદા નદીમાં ભત્રીજીને બચાવવા જતાં યુવક ડૂબ્યો

શિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં તણાયેલા યુવકને શોધવા વડોદરાથી ફાયર બ્રિગેડને બોલાવાઇ

ભરૂચના ઝાડેશ્વર ખાતેની આંગણ સોસાયટીમાં રહેતા સેજલ અગ્રવાત ભરૂચ, અંકલેશ્વરમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પોતાના પરિવાર સાથે અને ઘરે રાજકોટ તેમજ અમદાવાદથી આવેલ મહેમાન સાથે આજે સવારે શિનોર તાલુકામાં આવેલા દિવેર મઢી નર્મદા નદીમાં નાહવા માટે આવેલા હતા. બપોરના 12 વાગ્યે નર્મદાના પાણીમાં નાહતા હતા. ત્યારે તેમની સાથે આવેલી નહાવા પડેલી સંસ્કૃતિબેન તુષારભાઈ આચાર્ય ઉં.વ.16 રહેવાસી, અમદાવાદનાઓ અચાનક તણાવા લાગતા સંસ્કૃતિબેનને બચાવવા પરિવારજનોમાં હળબલી મચી ગઇ. તેણીને બચાવવા તેમની સાથે રાજકોટથી આવેલા કૌટુંબિક કાકા ઉદય દેવમૂરારી ઉં.વ.21નાઓએ પ્રયાસ કરતાં નર્મદા નદીમાં આજે પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે તણાતા લાપત્તા થઇ ગયો હતો.

પરિવારના સભ્યોએ ડૂબતી સંસ્કૃતિને બચાવી લીધી હતી. બનાવની જાણ શિનોર પોલીસને કરાતા ઘટના સ્થળે દોડી ગઇ હતી. બચી ગયેલી કિશોરીને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે મોટા ફોફળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે મોકલી નર્મદા નદીના વહેણમાં લાપત્તા યુવકને શોધવા વડોદરાથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. પણ લાપત્તા યુવક હજુ સુધી મળેલો નથી.

અન્ય સમાચારો પણ છે...