હાઇ એલર્ટ:અનસુયા મંદિરમાં નર્મદાના પાણી ફરી વળ્યાં

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકામાંથી વહેતી નર્મદા નદીમાંથી 8.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. પૂરની પરિસ્થિતિ સર્જાતા શિનોર મામલતદાર કચેરીના સ્ટાફ, મામલતદાર, નાયબ મામલતદાર વાસડિયા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ બળવંતભાઈ તથા પોલીસ સ્ટાફ કામે લાગી ગયા છે. નર્મદા નદીના કાંઠાવાળા ગામોને હાઇ એલર્ટ કરાયા છે.

ત્યારે નદી તટના અનસુયા મંદિરમાં નર્મદા નદીના પાણી ફરી વળતા ત્યાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા છે. શિનોર તાલુકામાં પી.એસ.આઇ જગન્નાથ બાવિસ્કર તથા 50 હોમગાર્ડ જવાનો અને 50 જીઆરડી જવાનો આ પૂર્વે પરિસ્થિતિમાં બંદોબસ્તમાં લાગી ગયા છે. હાલમાં શિનોર તાલુકાના પ્રખ્યાત અનસુયા મંદિરમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. મંદિરનો અડધો ભાગ નદીમાં ડૂબી ગયો છે. જ્યારે નર્મદા તટે આવેલ દિવેર મઢીમાં નર્મદાના પાણી પ્રવેશી ચૂક્યા છે. મંદિરના પૂજારી તથા સેવકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...