શિનોર તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વ્યક્તિગત શૌચાલય તથા સામુહીક શૌચાલય બનાવવામાં આવેલા તે આજે શોભાના ગાંઠિયા સમાન છે. શૌચાલયના હલકી ગુણવત્તાના કામો થતા સરકારી નાણાંનો વ્યય થયેલ છે અને કામ કરનાર કરતા એજન્સી માલામાલ થયેલી છે. તાલુકાની જનતાને અને નેતાઓને કાંઈ પડી નથી.
ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના સૂત્ર સાથે ગામે ગામ વ્યક્તિગત શૌચાલય તથા સામુહિક શૌચાલય બનાવવાની ઝુંબેશ ઉપાડેલી હતી. પરંતુ જે તે એજન્સીઓ દ્વારા જે તે અધિકારીઓ સાથે મેળાપીપણું કરીને વેઠ ઉતાર કામગીરી કરી તમામ શૌચાલયો ઉભા તો કર્યા ,પરંતુ તેનો ઉપયોગ કોઈપણ ગ્રામજનો દ્વારા કરાયો નહોતો.
અને આજે તે તમામ ભંગાર થઈને ઉભા છે અને સરકારનો મુખ્ય હેતુ તથા સરકારી નાણાંનો સદંતર બગાડ થયેલો છે. શિનોર તાલુકામાં જે તે એજન્સી દ્વારા ગામે ગામ આવા સામુહિક શૌચાલય ઉભા કરેલા જેમાં કોઈ દેખરેખ ના હોય સદંતર ભંગાર બન્યા હતા. ગ્રામ પંચાયતોને આ જાહેર શૌચાલય માટે કોઈ માહિતી કે જાણકારી અપાઈ નહોતી અને સીધા ઉપરના આદેશથી જે તે એજન્સીએ આવા સામુહિક શૌચાલય ઉભા કરી દેવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.