આપઘાત:સુરાસામળ ગામે પરપ્રાંતીય શ્રમજીવી યુવતીનો ગળેફાંસો

શિનોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતક યુવતીના પિતાએ સરપંચ મારફતે પોલીસને જાણ કરી
  • યુવતીની લાશને મોટા ફોફળીયા CHCમાં મોકલાઇ

શિનોર તાલુકાના સુરાસામળ ગામે તળાવના કિનારે લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ પરપ્રાંતીય શ્રમજીવી 23 વર્ષીય કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. મરણ ગયેલ યુવતીના પિતાએ ગામના સરપંચ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. સિહોર તાલુકાના સુરાસામળ ગામે નવી નગરીમાં રહેતા મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના સિચલાના રહેવાસી ધનસિંગ ગ્યાનસીંગ ભુરીયા છૂટક મજૂરી અર્થે સુરાસામળ ગામે નવીનગરીમાં ઝુંપડું બાંધી રહે છે.

ગઈકાલે ધનસિંહ અને તેની પત્ની મેસરીબેન તેમજ ઝૂનાબેન અને જુનાબેન કપાસ વિણવા મજૂરીએ ગયેલા ત્યારે ઝૂનાબેન ઉ.વ. 23 બારેક વાગ્યાના અરસામાં માથું દુખે છે કહીને સુરાસામળ નવી નગરીના પડાવ ઉપર જાઉં છું કહી એકલી પડાવ ઉપર આવી હતી. ધનસિંહ અને તેની સાથેના સાંજે મજૂરી કરી પરત ફરતા ઝૂનાબેનને પડાવ ઉપર ન જોતા તપાસ કરી હતી. સાધલી ઓળખીતાને ત્યાં પણ તપાસ કરતાં મળી ન હતી. અંધારું પડી જતા સુઈ ગયા હતા.

સવારે ગામના લોકો તળાવની પાળે લીમડાના ઝાડ પર કોઈ છોકરીની લાશ લટકતી હોવાની વાતો કરતા ધનસિંગ ભુરીયા જોવા જઈ તપાસ કરતા તેની દીકરી ઝૂનાબેનની લાશ લટકતી હતી. ગામના સરપંચ મારફતે શિનોર પોલીસને જાણ કરી કોઇ અગમ્ય કારણોસર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ મરણ થયેલું છે. શિનોર પોલીસને કાયદેસર કાર્યવાહી હાથ ધરવા જણાવેલું છે. શિનોર પોલીસે મૃતક શ્રમજીવી યુવતીની લાશને મોટા ફોફળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...