તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:શિનોર-માલસર માર્ગે નીચા વાયર વાહનોને અડતાં વીજળી ડૂલ થાય છે

શિનોર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર 1માં શિનોર- માલસર માર્ગની ઉપર જીવંત વીજ વાયર પસાર થાય છે - Divya Bhaskar
તસવીર 1માં શિનોર- માલસર માર્ગની ઉપર જીવંત વીજ વાયર પસાર થાય છે
  • પસાર થતાં વાહનો વીજ વાયરને અડતા મીટર બળી જવાના બનાવો પણ બની ચૂક્યાં છે
  • રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા ત્વરિત વાયર ઊંચા કરવા રાવ
  • આ માર્ગ પર સેવાસદન, સિવિલ કોર્ટ, જીઇબીની કચેરી તેમજ સરકારી ગોડાઉન આવેલા છે

શિનોરથી માલસર જવાના માર્ગ પરથી બંને સાઈડના વીજ પુરવઠાને જોડતા 11 કેવીના વીજ કંપનીના જીવંત વાયર પસાર થાય છે. અવાર નવાર આ માર્ગ પરથી મોટા વાહનો જતા હોય વીજ વાયરને અડી જાય છે તેને કારણે આજુબાજુના વીજધારકોની લાઈટ બંધ થઈ મીટર બળી જવાના બનાવ બને છે.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો માલસર-અશા બ્રિજની કામગીરી ચાલી રહી છે. તેને કારણે બ્રિજના સામાનને લાવવવા માટે મોટા મોટા વાહનો શિનોર-માલસર માર્ગ પરથી પસાર થાય છે. આ માર્ગ પર તાલુકા સેવાસદન, સિવિલ કોર્ટ, જીઈબીની ઓફિસ અને 66 કે.વી.સબસ્ટેશન તેમજ સરકારી ગોડાઉન અને ગોપાલ કોટન જિન અને શોપિંગ સેન્ટર આવેલ છે.

આ માર્ગ પર માંડવા ચોકડી પાસે વીજ પુરવઠાની 11 કે.વી.ના જીવંત વીજ વાયર બંને માર્ગના વીજ પુરવઠાને જોડતા માર્ગ ઉપરથી પસાર થાય છે. આ માર્ગની બંને સાઈડને જોડતા જીવંત વીજ વાયર નીચા છે. જેને કારણે આ માર્ગ પરથી પસાર થતા મોટા લોડિંગ વાહનો વીજ વાયરો સાથે સંપર્કમાં આવી જતા હોય છે. કોઈ મોટી દુર્ઘટના થાય તો નવાઈ નહીં. 28 ઓગસ્ટના રોજ રાત્રીના 8 વાગે આ માર્ગ પરથી માલસર બ્રિજની કામગીરી માટે મોટુ ડમફર રોડની કામગીરી માટે વપરાતું મિક્સર મશીન લઈને પસાર થતું હતું. ત્યારે આ જીવંત વીજ વાયરના સંપર્ક માં આવતા ગોપાલ કોટન જિનની ઓફિસનું મીટર ધડાકા સાથે તૂટી ગયું હતું અને ઓફિસના ઉપકરણો ફ્રિજ, ડિસનું સેટઅપ બોક્સ ઉડી ગયું હતું.

આ જિનમાં રહેતા મજૂરો મીટરમાં મોટો ધડાકો થતાં ગભરાઈ ગયા હતા. આ પહેલા પણ કોઈ વાહન વીજ વાયર સાથે સંપર્કમાં આવતા વીજળી ડુલ થવાના બનાવ બનેલ છે. સદનસીબે હાલ જિનમાં કોટન ના હોય જિનની મશીનરીના વીજ વાયરો કાઢીને બંધ કરેલ છે. જો મશીનરી ચાલુ હોય અને આવા બનાવ બને તો મોટી દુર્ઘટના બંને તો નવાઈ નહીં. આ બાબતે જિનના માલિક દ્વારા શિનોર વીજ કંપનીના અધિકારીઓનું ધ્યાન દોરેલ છે. તેમ છતાં હજુ જીવંત વીજ વાયરોને ઉંચા લેવાની કોઈ કાર્યવાહી થયેલ નથી.

અન્ય સમાચારો પણ છે...