તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:સાધલીથી કુકસ સુધીનો રોડ રૂા. 1.75 લાખના ખર્ચે 5.50 મીટર પહોળો કરાશે

સાધલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરાયું. - Divya Bhaskar
ધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરાયું.
  • ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવા સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો

શિનોર તાલુકામાં કુકસ ગામ આવેલું છે. સાધલીથી કુકસ જવાનો મુખ્ય રોડ આવેલો છે. આ રોડ વષોઁથી 3.75 મીટરની પહોળાઈનો હતો. પરતુ કુકસ ગામે નાયાકાકા મહરાજનુ મંદિર આવેલું છે. અહિયા હજારો શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. અને અહિંયા ભાદરવી બીજ અને ત્રીજના બે દિવસ મોટો મેળો ભરાય છે. તે ચોમાસાનો સમય હોવાથી ખુબ જ તકલીફ પડતી હતી. આ બાબતે ધારાસભ્યને આગેવાનો તથા મંદિરના મંહત દ્વારા સાધલીથી કુકસનો રસ્તો પહોળો કરવા માટે રજુઆત કરતા હતા. જેને ધયાનમા રાખી ધારાસભ્યના સતત પ્રયત્નથી આ રોડ 5.50 મીટરની પહોળાઈનો સરકાર દ્વારા 1.75 લાખના ખર્ચે મંજુર કરવામા આવેલો છે. જેનુ આજરોજ કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. અને સાથે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ તથા હોદેદારો હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. તેમજ કુકસથી મોટાફોફળીયાના રોડની પણ દરખાસ્ત કરવામાં આવી છે, તેમ ધારાસભ્યએ જણાવ્યું હતુ. આ જાણીને હાજર રહેલા ગામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...