બેદરકાર તંત્ર:સાધલી-ટીમ્બરવા માર્ગ પર પૂરેલા ખાડા 15 દિવસમાં જ ફરી પડી ગયાં

શિનોર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાધલી હનુમાન મંદિર સામે નાળા ઉપર પડેલા ખાળાઓ. - Divya Bhaskar
સાધલી હનુમાન મંદિર સામે નાળા ઉપર પડેલા ખાળાઓ.
  • સાધલી સૂર્યા હનુમાન મંદિર સામેના નાળા પર પડેલા ખાડા તાત્કાલિક પૂરવા માગ

શિનોર તાલુકાના સાધલીથી ટીમબરવા જવાના સ્ટેટ માર્ગ મકાનના રસ્તા પર 15 દિવસ પહેલા ખાડા પુરવાનું નાટક કર્યાના 15 દિવસમાં જ પુરેલા ખાડામાંથી ડામર કપચી પગ કરી જતા ફરી ખાડા પડતા વાહન ચાલકોના વાહનને નુકસાન થાય છે.ગુજરાત સરકાર આખી બદલાયા પછી રસ્તા પરના ખાડાઓ પુરવા ઝૂંબેશના ભાગરૂપે સાધલી કાયાવારોહણના સ્ટેટ હાઇવે પર સાધલી સૂર્યા હનુમાન મંદિર સામેના નાળા પર ખાડા પડી ગયા છે. જેના સમાચારો ચમકતા તંત્ર દ્વારા રૂટિન રીતે સરકારી રાહે ખાડા પુરેલા જેને 15 દિવસ થયા નથીને આ ખાડાઓ બાર બાર ફૂટ સુધી ખુલ્લા થઈ ગયા છે.

તે તંત્રની કામગીરીની પોલ ખોલે છે. સાધલીથી શિનોરના રસ્તે મીઢોળ ગામ પાસે બનેલ નાળાની આજુબાજુ આખો રોડ ધોવાઇ ગયાને બે-બે વર્ષ થયા, તંત્ર દ્વારા માત્ર ઠાગા ઢીંગર કરાય છે. સાઇડ ઉપર પથ્થરો પથરાય છે, પરંતુ આ માર્ગ ડામર પેચ વર્ક પછી આજદિન સુધી બન્યો નથી. આ બંને નાળાની હાલની પરિસ્થિતિથી માર્ગ-મકાનના અધિકારીઓ માહિતગાર હોવા છતાં કયા કારણોસર મૂંગા મંતર બન્યા છે તેની તપાસ ખરેખર જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...