કાર્યવાહી:ટેમ્પો માલિક તથા મિત્રને માર મારી ઇજા કરનાર પોલીસ જવાન હજુ ફરાર

શિનોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિનોર પો.સ.ઇ. દ્વારા આરોપી ​​​​​​​જીઆરડીને ઝડપી પાડ્યો હતો

શિનોર તાલુકાના બીથલી ગામ પાસે પેટ્રોલપંપ નજીક સેગવા તથા આનંદીના ટેમ્પો માલિક તથા મિત્રને મરણતોલ ઇજા કરનાર રાજપીપલાના એક પોલીસ, અને તેનો મિત્ર તથા જી.આર.ડી.જવાન સામે નોંધાયેલ ગુનામાં શિનોર પો.સ.ઇ. દ્વારા આરોપી જી.આર.ડી. ને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસ અને તેનો મિત્રને હજુ પકડી શકેલ ન હોય શિનોર પોલીસ સામે વ્હાલા દવલાની આશંકા વ્યાપેલ છે.

તા.7 ઓક્ટોબરના રોજ આનંદીના યોગેશ દિનેશ વસાવા પોતાની પિકઅપ વાન લઇ સેગવાના મિત્ર ચંદ્રકાન્ત ચીમન વસાવાને લઇ રાજપીપલા ખાતર લેવા ગયા હતા અને પરત આવતા રંગસેતુ પુલ પોઇચા પાસે એક ડ્રેસ વગર તથા બે પોલીસ ડ્રેસવાળા દંડા ઉગામી ગાડી ઉભી રાખવા જણાવતા સાઈડ પર વાહન લેતા હતા. ત્યારે દ્રાઈવર તરફ દંડો ઉગામતા મારની બીકે વાહન હંકારતા તેનો પીછો કરતા બીથલી પેટ્રોલપંપ પાસે ઝડપી પાડી ડ્રાઇવર કમ માલિક યોગેશ વસાવાને માર માર્યો હતો.

ફોન કરી બીજા બેને બોલાવતા વધુ માર મારતા યોગેશને બેભાન હાલતમાં ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ચંદ્રકાન્ત વસાવાએ તા.8 ઓક્ટોબરના રોજ અજાણ્યા ત્રણ સામે ફરિયાદ નોંધાવતા શિનોર પો.સ.ઇ.એ રાજપીપલા જઈ ઓળખાતા જી.આર.ડી.વસાવા જગદીશ ઉર્ફે કંચનને ઝડપી પાડેલ છે. પરંતુ રાજપીપલા હેડક્વાર્ટરમાં પોલીસ તરીકે વસાવા યોગેશ મહેન્દ્ર તથા તેનો મિત્ર વસાવા કિશન કલમને આજે 10-10 દિવસનો સમય થયો છતાં પકડી શક્યા નથી. પોલીસ કર્મચારી હોય જાણે અજાણે આગોતરા જામીન માટે સગવડતા અપાઈ રહી હોવાની ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...