દુર્ઘટના:અનસૂયાજીના મેળામાં ગયેલો આધેડ સ્નાન કરવા જતાં નર્મદા નદીમાં ડૂબ્યો

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવાર સાંજ સુધી પાણીમાં તણાયેલા આધેડનો કોઈ પત્તો લાગેલ નથી

શિનોર તાલુકાના નર્મદા કિનારે અંબાલી ઝાઝડ ગામના સીમાડે આવેલા મહાસતી અનસુયાજીના મહાતીર્થ ખાતે મેળો ભરાયેલો હતો. મેળામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ચૈત્ર પૂનમના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા હોય છે. મેળામાં આવેલા સીમળી વસાહતના એક આધેડ સ્નાન કરવા જતા નર્મદા નદીના પાણીમા ડૂબી ગયેલ છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી નર્મદા નદીના પાણીમાં ડૂબી ગયેલાની શોધ કરવામાં આવી પણ તેનો હજુ સુધી પત્તો લાગેલ નથી.

મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના પતિતપાવની નર્મદા નદીના કિનારે આજે તારીખ 16 એપ્રિલ 2022ના દિવસે મહા સતી અનસુયા જીના તીર્થ ખાતે મેળો ભરાયો હતો. આ મેળામાં આસપાસના ગામના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચૈત્ર પૂનમના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. યાત્રાળુઓ અહીં નર્મદા નદીમાં સ્નાન કરે છે. આજે બપોરના 12:30 વાગ્યેના સુમારે સીમળી વસાહત તાલુકો શિનોરના વસાવા રમેશભાઈ ઝીણાભાઈ ઉ. વ. આ. 45 પોતાના પરિવાર સાથે અનસુયા માતા મંદિરની પાછળના ભાગમાં નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા.

અહીં ખૂબ ઊડાં અને ધસમસતા પાણીના પ્રવાહમાં સ્નાન કરતા આધેડ તણાઇ જતા પાણીમાં ગાયબ થઈ ગયેલ હતો. સ્થાનિક લોકોએ અંબાલી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી ને જાણ કરતાં તેઓએ સ્થળ પર જઇ પંચક્યાસ કરી એનડીઆરએફની મદદ લઇ પાણીમાં તણાયેલા આધેડની શોધખોળ કરવા શિનોરના મામલતદાર, શિનોર પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કરેલ છે. સાંજ સુધીમાં પાણીમાં તણાયેલા આધેડનો કોઈ પત્તો લાગેલ નથી .શિનોર પોલીસને ઘટનાની જાણ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...