તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:શિનોર તાલુકાના ખેડૂતોએ સમજદારી વાપરીને ખેતીને વધુ નફાકારક બનાવી

શિનોર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
શિનોર નગરમાં યુવાન ખેડુત ભાઈઓએ પોતાના ખેતરની પડતર જમીનમાં શાકભાજી ની વાવણી કરી રોજી મેળવેલ છે. - જગદીશ વાળંદ - Divya Bhaskar
શિનોર નગરમાં યુવાન ખેડુત ભાઈઓએ પોતાના ખેતરની પડતર જમીનમાં શાકભાજી ની વાવણી કરી રોજી મેળવેલ છે. - જગદીશ વાળંદ
 • ખેડૂતોએ વિવિધ પ્રકારની પરિવર્તનશીલ ખેતી કરી માતબર ઉત્પાદન મેળવ્યું

શિનોર તાલુકામાં 25 એકર ખેતી ધરાવતા ખેડૂત પરિવારના બે ભાઇઓએ પોતાના ખેતરમાં પડતર જગ્યા ઉપર ચારે ખૂણાએ શાકભાજીનું વાવેતર કરી ખેતીમાં સમજદારી વાપરીને ખેતી નફાકારક બનાવી છે. આ ખેતી દ્વારા પોતાના પરિવારને કાયમી લીલા શાકભાજી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. શિનોર નગરમાં સિંધી વાળામાં રહેતા બે યુવાન ખેડૂત ભાઈઓ ઈસ્માઈલ રાઠોડ અને રફીક રાઠોડ વિવિધ પ્રકારની પરિવર્તનશીલ ખેતી કરી ખેતીમાં માતબર ઉત્પાદન મેળવે છે. તેઓ મરચીથી માંડીને અનેક પ્રકારના ધરૂવાડિયાનો ઉછેર કરે છે અને ખેડૂતોને બિયારણ વેચીને રોકડીયો ખેતીનો ધંધો કરે છે .

સાથે સાથે ખેતરોમાં ખાલી જગ્યામાં ઘાસ વાવીને પશુપાલનથી પણ સારી રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે આ ખેડૂતભાઈઓ પોતાના ખેતરની પડતર જગ્યામાં 8 બાય 8ની જગ્યામાં દૂધીનો માંડવો કે ચોરીના છોડ, તુવેરની વાવણી કરે છે. સાથે સીઝનલ શાકભાજીમાં રીંગણનું પણ વાવેતર કરે છે. પ્રગતિશીલ ખેડૂત રફિકભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના ખેતરની પડતર જગ્યામાં દેશી દૂધીની વાવણી કરી છે અને પોતાના પરિવારજનોને તથા નજીકના મિત્રોને કે ખેતરે આવતા ખેત મજૂરોને આ પડતર જગ્યામાં ઉગેલી શાકભાજી તેમને ઘર માટે આપે છે. નહિવત ખર્ચામાં પડતર જગ્યામાં રીંગણ, ચોરી, દૂધી અને તુવેરનું વાવેતર કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો